‘ઉડતા સુરત’ જાણો આજે કોણ પકડાયું લાખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે

સુરત જાણે ડ્રગ્સ અને સ્પાના ગોરખધંધાનું કેન્દ્ર બન્યું હોય તેમ દરરોજ ગેરકાયદે ડ્રગ્સના ખેપિયાઓ પકડાઈ રહ્યા છે. નશાના સામાન વેચનારાઓ વિરુદ્ધ નવનિયુક્ત કમિશ્નર અજય તોમરએ લાલ આંખ કરીને ગણતરીના દિવસોમાં કેટલાય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાથે સાથે નશાકારક સામાન અને ડ્રગ્સના વેચાણ કરનારા લોકોને પણ પકડી રહ્યા છે.

આજે તારીખ ૯ ના રોજ સુરતના ડીંડોલી વિસ્તારમાં સુરત SOGને મળેલ બાતમીના આધારે ડીંડોલી રામીપાર્કની સામે રીઝન્ટ પ્લાઝા બીજા માળ પર દુકાન નં.૨૪૯ “એ.જે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ” નામની દુકાનમાં રેઈડ કરી આરોપી (૧) દેબઆશીષ ઉર્ફે સન્ની અજીત ચૌધરી ઉ.વ.૪૦ (રહે.રૂમ નં.૬૦૩ બિલ્ડીંગ નં.જી સુમન શ્વેત એસ.એમ.સી. આવાસ વી.આર. મોલની પાછળ ડુમસ રોડ ઉમરા સુરત મુળ વતન ગામ શક્તિનગર બ્રહ્મપુર શહેર પોસ્ટ શક્તિનગર જી.ગંજામ (ઓડીશા)) (૨) અનિલ કાલુરામ પ્રજાપતિ ઉ.વ.૩૨ (રહે. ઘર નં,બી/રર૨ મીરાનગર સોસા. ઝાંસીની રાણી ગાર્ડન સામે ઉધના ગામ સુરત મુળ વતન ગામ ગલવા તા.રાયપુર જી.ભીલવાડા (રાજસ્થાન) નામના બે ઇસમોને જડપી પાડેલ અને તેમની પાસે કીમતી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવેલ હતું.

આ પણ વાંચો:

સુરત સરદાર માર્કેટ પાસે પકડાયું ડ્રગ્સ રેકેટ

આ આરોપીઓ પાસે પ્રતિબંધિત ૬૦.૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની બજાર કીમત રૂપિયા ૩,૦૨,૫૦૦/- અને મોબાઈલ ફોન મળી કુલ કિં.રૂ.૩,૨૩,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ડ્રગ્સની સપ્લાઈ કરનાર ઈમ્તીયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક (રહે. જુની બુરહાની હોસ્પિટલની પાછળ તૈયબી મહોલ્લો ઝાંપાબજાર મહિધરપુરા, સુરત) ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં ૫023 એકટ મુજબ ગુનો ડીંડોલી પો.સ્ટે. માં રજીસ્ટર કરાવેલ છે.

આ પણ વાંચો:

સુરતમાં ચાલતો હતો ડ્રગ્સનો વેપલો, જાણો ક્યાંથી ઝડપાયું રેકેટ

વોન્ટેડ આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે લાલા  ફિરોજ મલેક ૨૦૧૯ માં ૩૯ ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે તેમજ હાલમાં એસ.ઓ.જી. એ તેને પુણા પો.સ્ટેશન ની હદમાંથી ૧૦૦ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડેલ અને તે કેસમાં પુણા પો.સ્ટેમાં પોલીસ કસ્ટડી રીમાન્ડ હેઠળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *