ગુજરાતનાં લોકો ભક્તિમય જીવન પસાર કરી રહ્યાં છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ધાર્મિક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતનાં વેડરોડ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરૂકૂળમાં ત્રિવેદીનાત્મક સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ ચાલી રહ્યો છે.
વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ સુરતમાં ચાલી રહેલ અખંડ ધૂનને કુલ 2 લાખ કલાક પૂરાં થઈ ગયા છે. આ ધૂન છેલ્લા 23 વર્ષથી દિવસ-રાત અખંડ ચાલી રહી છે કે, જેમાં 5,000 થી પણ વધારે મહિલા તથા પુરુષ ભક્તો ભાગ લઇ ચૂક્યા છે. આ ઉજવણીના ભાગ સ્વરૂપે અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કુલ 200 સ્કવેર ફૂટમાં મહાગ્રંથનું પૂજન :
સુરતનાં વેડરોડ ગુરુકુલમાં ત્રિવેદીનાત્મક સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કુલ 200 સ્ક્વેર ફૂટના સ્વામિનારાયણ મહાગ્રંથનું પૂજન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ તથા તેની 42 શાખાઓના મહંત સ્વામિ દેવકૃષ્ણદાસજી સ્વામી નિયમિત 5 કલાક સ્વામિનારાયણ મંત્ર લેખન કરીને લાખો મંત્ર લખીને મંત્ર સાક્ષાત્કારને પામેલા સંતે લખેલ મંત્ર પોથીઓનું પૂજન સંતો કરી રહ્યા છે.
સાંખ્યયોગી મહિલાઓએ મીઠાઈ બનાવી :
ભગવાન સ્વામિનારાયણની સન્મુખ અન્નકૂટ નિવેદન કરવામાં આવ્યું છે. કાઠીયાવાડી, ગુજરાતી, પંજાબી અને બંગાળી વગેરે આ અન્નકૂટ સાંખ્ય યોગી મહિલાઓ એ બનાવેલ છે. મિઠાઈ બનાવનાર સાંખ્ય યોગી મહિલાઓ આજીવન મીઠાઈ ન જમવાનું નિયમ રાખીને રહેલા હોવા છતાં ભગવાનની માટે પોતાની કળાને નિવેદિત કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.
કુલ 50 ફૂટ વિરાટ મંત્ર જ્યોતનું પ્રાગટ્ય :
જલાભિષેક યજ્ઞ તથા સવારમાં ભક્તિ મહિલા મંચનું આયોજન કરવામાં આવ્યું છે કે, જેમાં પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિરના સાંખ્યયોગી મહિલા ભક્તોના પ્રવચનો અને બપોર બાદ ગુરુકુળના સંતોના પ્રવચનનું આયોજન કરવામાં આવશે. જેનો લાભ તમામ લોકો ઓનલાઈન ઘર બેઠા લઈ શકે છે. આ પ્રસંગે કુલ 50 ફૂટ ઊંચી વિરાટ મંત્ર જ્યોતનું પ્રાગટ્ય કરવામાં આવેલ છે. જેનું સમાપન આવતી એકાદશીની સાંજે કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle