ભયંકર દુર્ઘટના: બસ ખીણમાં ખાબકતા એક સાથે 12 લોકોના દર્દનાક મોત- જુઓ ઘટનાનો LIVE વિડીયો

હાલમાં જ એક કાળજું કંપી ઉઠે તેવો અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 12 લોકોના દર્દનાક મોત થયા છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ…

હાલમાં જ એક કાળજું કંપી ઉઠે તેવો અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 12 લોકોના દર્દનાક મોત થયા છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ પુણે ઓલ્ડ હાઈવે(Mumbai Pune Old Highway) પર એક ભયાનક અકસ્માત(Accident)ના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 12 લોકોના મોત(12 people died) થયા છે. મળતી માહિતી મુજબ, રાયગઢ(Raigad)ના ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ હાઈવે પરથી જઈ રહેલી એક ખાનગી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં 30 થી 35 લોકો સવાર હતા.

રાયગઢના એસપીએ માહિતી આપી છે કે, ખોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં પડી જવાથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. હાઈકર્સ ગ્રુપ, આઈઆરબીની ટીમ અકસ્માત પીડિતોની મદદ માટે છે. ખાનગી હોસ્પિટલોના ડોકટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી છે. ક્રેન સાથે દોરડું બાંધીને બસને બહાર કાઢવામાં આવી રહી છે. સ્થળ પર સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ, ડોક્ટરોની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 22/23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાનું કારણ સ્પષ્ટ નથી, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે જોડાયેલા લોકો બસમાં બેઠા હતા જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.

ગોરેગાંવ (મુંબઈ)ના બાજી પ્રભુ વડાક ગ્રુપ (સિમ્બલ ટીમ) એક ખાનગી બસમાં પૂણેમાં કાર્યક્રમ પૂરો કરીને ગોરેગાંવ જઈ રહ્યા હતા. રાયગઢના પોલીસ અધિક્ષક સોમનાથ ખરગેએ જણાવ્યું કે આ સમયે અકસ્માત થયો હતો.

બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં 25 ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 15 થી 20 મુસાફરો ખીણમાં ફસાયેલા છે. આ બસમાં કુલ 40 થી 45 મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *