નાનકડી બિલાડીએ વિશાળકાય દીપડાને હંફાવ્યો- આ વિડીયો જોઈ આંખે વિશ્વાસ નહિ થાય!

મહારાષ્ટ્રના નાસિકમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં કૂવામાં ફસાયેલ બિલાડી અને દીપડા વચ્ચેઆવે લડાઈ થઈ હતી. બંને આકસ્મિક રીતે કૂવામાં પડી ગયા હતા તેમજ પોતાનો જીવ બચાવવા માટે એક જ ભાગમાં ઉભા હતા. આ ઘટનાનો વીડિયો કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. તેને સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવ્યો છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, દીપડાથી ભાગી ગયેલી બિલાડી કૂવામાં પડતાની સાથે જ નિર્ભય બનીને બંને પગ પર ઊભી રહી અને તેને સિંહની જેમ લડતી જોવા મળી. પશ્ચિમ નાસિક વિભાગના નાયબ વન સંરક્ષક પંકજ ગોર્ગે જણાવ્યું હતું કે, “બિલાડીનો પીછો કરતી વખતે દીપડો કૂવામાં પડ્યો હતો. બાદમાં તેને જંગલમાં છોડવામાં આવ્યો હતો.  પંકજ ગોર્ગના જણાવ્યા મુજબ, શક્ય છે કે બિલાડીને પકડતી વખતે બંને તેમાં પડી ગયા હોય.

પંપ શરૂ કરવા જઈ રહેલા વ્યક્તિએ બંનેને જોયા:
પંકજ ગોર્ગે જણાવ્યું કે, રવિવારે આ ઘટના નંદુરશીંગોટ-વાવી રોડ નજીક કંકોરી શિવારામાં બની હતી. અહીં એક ખેતરની બાજુમાં આવેલ જૂનો કૂવો વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીં રહેતા સુકદેવ બુચકુલ કૂવામાં ઇલેક્ટ્રિક પંપ શરૂ કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને દીપડાનો અવાજ સંભળાયો. આ પછી, બુચકુલે ખેડૂત ગણેશ સાંગલે અને ભૂતપૂર્વ નાયબ પંચ રામનાથ સાંગલેને ઘટનાની જાણ કરી.

પાંજરાની મદદથી દીપડાની બચાવ કામગીરી હાથ ધરાઈ:
ફોરેસ્ટ રેન્જ ઓફિસર મનીષા જાધવે જણાવ્યું હતું કે, અમે અમારી ટીમ સાથે અહીં પહોંચ્યા અને બંનેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કુવામાં પડેલા દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા હતા. ઊડા કૂવાના કારણે દીપડાને બહાર કાઢવો ખુબ મુશ્કેલ હતો.

બંનેને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક ક્રેન મંગાવવામાં આવી હતી. આ પછી, બપોરે 11 વાગ્યાના સુમારે કૂવામાં એક પાંજરું મૂકવામાં આવ્યું અને સાંજે 4 વાગ્યાની આસપાસ એક દીપડો આવ્યો અને તેમાં બેસી ગયો અને તેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

તે અંદાજે 5 વર્ષનો નર દીપડો હતો. આ પછી, તેનું ફોરેસ્ટ પાર્કનાં જંગલમાં છોડવામાં આવ્યો હતો. દીપડાને હટાવ્યા બાદ એક યુવાનને ક્રેનની મદદથી ફરી કૂવામાં નીચે ઉતારવામાં આવ્યો હતો અને બિલાડીને પણ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *