મહારાષ્ટ્ર બોર્ડ હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC અથવા ધોરણ 12)નું પેપર શુક્રવારે લીક થયું હતું. બુલઢાણા જિલ્લાના સિંદખેડ રાજામાંથી ધોરણ 12નું પેપર લીક થયું છે. મહારાષ્ટ્ર એચએસસીનું મોર્નિંગ શિફ્ટનું પેપર સવારે 11 વાગ્યે શરૂ થવાનું હતું પરંતુ પરીક્ષા શરૂ થવાની માત્ર 30 મિનિટ પહેલાં જ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.
હકીકતમાં, મહારાષ્ટ્ર 12મી બોર્ડની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, જે 20 માર્ચ સુધી અલગ-અલગ શિફ્ટમાં લેવાશે. પ્રથમ પાળી સવારે 11:00 થી 02:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 03:00 થી 06:00 વાગ્યા સુધી યોજવામાં આવી રહી છે.
ગણિત અને આંકડાશાસ્ત્ર (A/S), ગણિત અને આંકડાશાસ્ત્ર (C) ની પરીક્ષા 03 માર્ચે સવારની પાળીમાં (11 AM થી 02 PM) લેવામાં આવી રહી હતી. વિદ્યાર્થીઓ ફાળવેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ધોરણ 12નું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુલઢાણા જિલ્લાના સિંદખેડ રાજા સ્થિત પરીક્ષા કેન્દ્રમાંથી પેપર લીક થયું છે. હાલ શિક્ષણ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પેપર લીક થતાં વિધાનસભામાં હોબાળો
વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષે પેપર લીક મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે, શું આ સરકાર સૂઈ રહી છે? પરીક્ષા પહેલા પેપર લીક થઈ રહ્યું છે. પેપર માટે ભણેલા વિદ્યાર્થીઓનું શું? મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દે પગલાં લેવાનું વચન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.