Maharastra Accident: મહારાષ્ટ્રના ગોદિયાથી એક ભયંકર અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ દુઘર્ટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણાની હાલત (Maharastra Accident) ગંભીર હોવાની જાણકારી મળી છે. મૃતકોની સંખ્યા પણ વધવાની આશંકા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે તરફથી દુર્ઘટના પીડિતોને તાત્કાલિક ધોરણે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
માહિતી અનુસાર એક બાઈકને બચાવવાના ચક્કરમાં બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ભયંકર એક્સિડેન્ટ થયો હતો. ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. બસ પલટી ખાઈ જતાં ઘણાં લોકો નીચે દટાઈ ગયા હતા. જેમના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.
ક્યાં જઈ રહી હતી બસ?
મહારાષ્ટ્ર માર્ગ પરિવહન નિગમ (MSRTC) ની આ બસ ભંડારાથી સાકોલી લખાની થઇને ગોંદિયા તરફ જઇ રહી હતી. બસનું નંબર MH 09 EM 1273 છે. બસની સામે એક વળાંકવાળો રોડ આવ્યો ત્યારે બાઈકવાળો અચાનક જ તેની સામે આવી ગયો હતો. બાઈક ચાલકને બચાવવા જતાં બસ ડ્રાઈવરે જ કાબૂ ગુમાવ્યો અને કટ મારી જેના લીધે બસ પલટી ગઇ હતી.
10 લોકોના મોતથી માર્ગ લોહિયાળ બન્યો
નાગપુરથી ગોંદિયા જતી બસ ઊંધી વળતા અનેક લોકોને ઈજા પહોંચી છે. અમુક લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે. એક બાઈકચાલકને બચાવવાના કિસ્સામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન કોર્પોરેશન (એમએસઆરડીસી)ની શિવશાહી ઊંધી વળી ગઈ હતી. અકસ્માતના સમયે બસમાં 35થી વધુ પ્રવાસી હતા.
અકસ્માતના સાક્ષીઓએ કહ્યું હતું કે આ અકસ્માત પછી અમુક લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચ્યા પછી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની પ્રશાસનને જાણ કર્યા પછી તાત્કાલિક એમ્બયુલન્સ અને પોલીસ પલટન ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. અકસ્માતનો કેસ નોંધીને પોલીસ પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત
દરમિયાન મુખ્ય પ્રધાને અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે, જ્યારે મૃતકના પરિવારોને દસ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘવાયેલા પ્રવાસીઓને સરકારી ખર્ચે સારવાર કરવામાં આવી રહી છે. આ અકસ્માત પછી રસ્તા પરના વધતા અકસ્માતો અંગે પ્રશાસને ચિંતા વ્યક્ત કરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App