અકસ્માતની ભયંકર ઘટનાઓ અવારનવાર સમગ્ર દેશમાંથી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડની પટ્ટીઓથી ભરેલી ટ્રક પલટી મારી જતાં 13 લોકોના મોત થયા છે. શુક્રવારે એટલે કે, આજે બપોરનાં 2 વાગ્યે ટ્રક પલટી મારી ગઈ ત્યારે તેમાં કુલ 16 લોકો સવાર હતા.
દુર્ઘટનામાં બચી ગયેલા 3 માંથી 2 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે, જ્યાં તેમની હાલત ખુબ નાજુક છે. જે હાઇવે પર આ અકસ્માત સર્જાયો તેનું નામ હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઇવે હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, હાઈવેના તાડેગાંવ-દાસરબીડ વિભાગમાંથી પસાર થઈ રહી હતી.
આ સમયે ટ્રક ઝડપમાં હતી તેમજ ભાર પણ ખૂબ વધારે હતો. જેથી તે અનિયંત્રિત રીતે પલટી મારી ગયો હતો. ટ્રક પલટી ગયા બાદ 12 લોકો નીચે દટાયેલા હોવાને કારણે 8 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે બાકીના લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તમામ મૃતકો ઉત્તરપ્રદેશ તથા બિહારના રહેવાસી હતા. જેઓ વેતન માટે મહારાષ્ટ્ર આવ્યા હતા. તસવીરોમાં અકસ્માતની પરિસ્થિતિ જોઈ શકાય છે.
અન્ય ઘટના અંગે જાણીએ તો, ગુજરાતના ચિલોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, એરફોર્સ સ્ટેશન લેકાવાડામાં ચોકીદાર તરીકે ફરજ બજાવી રહેલ તેમજ 7 વાગ્યાના સુમારે બાઇક લઇને નિકળ્યા હતા. જે દહેગામથી ચિલોડા બાજુ આવી રહ્યા હતા. આ સમયે કેશવ હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા ચાલક રમેશભાઇ વાઘેલાનુ મોત નીપજ્યું હતુ.
જયારે અને એક બનાવમાં સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ઝંપલાવીને વૃદ્ધે મોતને વહાલુ કરી દેતા ચકચાર મચી જવા પામી છે. વૃદ્ધને કેનાલમાં ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી દેતા ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. કેનાલ પાસેથી વૃદ્ધની સાયકલ તથા ટીફીન મળી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.