ગટરમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવવા છ મજૂરો અંદર ઉતર્યા અને ચાર લોકો મોતને ભેટ્યા

મહારાષ્ટ્ર(Maharashtra)માંથી ડ્રેનેજ(Drainage)માં ફસાયેલા કેટલાક લોકોના મોત થયાના અહેવાલ છે. ખબર છે કે સોલાપુરમાં ડ્રેનેજમાં ઉતરેલા 4 મજૂરોના મોત થયા છે. આ દર્દનાક અકસ્માત અક્કલકોટ રોડ, સનસિટી સામેના ગટરમાં થયો હતો. સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન(Solapur Municipal Corporation) તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમૃત યોજના હેઠળ નવા અને જૂના ડ્રેનેજને જોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. તેનાથી પણ વધુ કમનસીબી એ છે કે અગાઉ એક મજૂર ગટરમાં ફસાઈ ગયો હતો, જેને બચાવવા અન્ય પાંચ નીચે ઉતર્યા હતા, પરંતુ તેમાંથી ચારના મોત(Death of four) થયા હતા.

સ્થળ પર હાજર કામદારોએ જણાવ્યું કે. પહેલા ડ્રેનેજમાં ઉતરેલો એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. જેથી તેને બચાવવા માટે બીજો મજૂર નીચે આવ્યો, ત્યારબાદ ત્રીજો નીચે ઉતર્યો. આવા કુલ 6 મજૂરો એક પછી એક નીચે આવ્યા હતા. જેમાંથી 2ને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ 4ના મોત થયા હતા. કામદારોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને કોઈ સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હતા. મહાનગરપાલિકાએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.

સોલાપુર પોલીસ કમિશનર હરીશ બૈજલે જણાવ્યું છે કે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, ત્યારબાદ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. મૃતકોને વળતર આપવાનું પણ કામ ચાલી રહ્યું છે. કંપની સાથે પણ વાતચીત ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *