ચાર મહાનગરનું મહાસીલિંગ: સુરતમાં 600થી વધુ એકમો સીલ, અમદાવાદના 12 તો સુરતના 6 ગેમઝોન સીલ

Rajkot Gamezone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બાદ સુરતમાં તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તો બીજી તરફ સુરતમાં ફાયર વિભાગ દ્વારા વિસ્તારમાં ફાયર સેફટી વિનાની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સુરત(Rajkot Gamezone Fire) શહેરમાં 148 દુકાનો, 8 સાડીના ગોડઉન ઉપરાંત ક્લિનિક, જીમ અને ક્લાસિસ જેવા એકમોને સીલ કરવામાં આવ્યા છે.

ફાયર વિભાગે 411 દુકાનો સીલ કરી
ફાયર વિભાગે રાધે ટેક્સ્ટાઇલ માર્કેટની 411 દુકાનો સીલ કરી છે, જ્યારે ગેલેક્સી ઇસ્કોન 23 દુકાનો સીલ કરવામાં આવી છે. કેટલીક માર્કેટો એવી જગ્યાઓ પર છે કે, જ્યાં આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી શકે તેમ નથી. તેવા સંજોગોમાં જો માર્કેટ ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન પાસે તેમના પોતાના ફાયર સેફ્ટીનાં સાધનો હોય તો શરૂઆતના તબક્કે જ લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય છે.

હોટલોને સીલ કરવામાં આવી
લીંબાયત ઝોનમાં મીલેનીયમ માર્કેટની સામે ઋતુરાજ માર્કેટમાં 20 દુકાનો સીલ કરાઈ છે. તેમજ જે.જે. માર્કેટની બાજુમાં સાકાર માર્કેટમાં 8 સાડીના ગોડાઉન અને ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં એશીયન ટેશટાઈલ માર્કેટ, સલાબતપુરા, દાંડીયાવાડને સીલ કરાઈ છે. ડાયમંડ પ્લાઝા હોટલ, દીલ્હી ગેટને સીલ કરવામાં આવી છે.

એસોસિએશનોને ફાયર સેફ્ટીની ગંભીરતા નથી
ફાયરબ્રિગેડ વારંવાર તેઓને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા અને તેનો સંકટ સમયે ઉપયોગ કરવાની તાકીદ કરે છે, પરંતુ એસોસિએશનોને આની ગંભીરતા નથી. જ્યારે આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડને જ તમામ મહેનત કરવી પડે છે. કેટલીક માર્કેટોમાં ફાયર સેફ્ટની સાધનો તો છે, પરંતુ તેને કઇ રીતે ઓપરેટ કરી શકાય તેની જાણકારીનો અભાવ છે. થોડા દિવસો પહેલા ફાયર વિભાગે NOC વગરની માર્કેટો પર કાર્યવાહી કરી હતી. આજે સંદર્ભે એસોસિએશનના પદાધિકારીઓ અને સુરત પોલીસની મીટીંગ યોજાઇ હતી.

અમદાવાદમાં અનેક જગ્યાએ સીલ
અમદાવાદમાં ફાયર એનઓસી સહિતના નિયમોને લઈ કુલ 42 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 34 એકમો પર 28 મેના રોજ અને 8 એકમોમાં 29 મેના આજરોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 એકમોને સીલ કરવામાં આવ્યા છે. 6 એકમોને કાલે કરાયા હતા, જ્યારે 5 એકમને આજે સીલ કરાયા છે.

બે ગેમ ઝોન પાસે ફાયર NOC નહોતી
શહેરના સિંધુ ભવન રોડ ઉપર આવેલું મોટું SHOTS ગેમ ઝોનને ઉત્તર પશ્ચિમના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું છે. BU પરમિશન મુજબનું બાંધકામ હોવું જોઈએ તે પ્રમાણેનું બાંધકામ ન હોવાના કારણે તેને સીલ મારવામાં આવ્યું છે. ગઈકાલે ચેકિંગ દરમિયાન શીલજ વિસ્તારમાં આવેલા ત્રણ ગેમ ઝોનમાં પરમિશન વિના જ ખુલ્લા પ્લોટમાં ચાલુ કરી દેવામાં આવ્યા હતા. તેમજ બે ગેમ ઝોન દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી નહોતી.

વડોદરામાં કાર્યવાહી
વડોદરા કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગર ચાલતા ગેમ ઝોન તેમજ હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, શોપિંગ મોલો તેમજ કોમર્શીયલ બિલ્ડિંગોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગેમ ઝોન બંધ કરાવવા ઉપરાંત સીલ મારવાની અને નોટિસો આપવાની કાર્યવાહી કરવામાં હતી. આ કામગીરી માટે પાલિકાના વિવિધ વિભાગો તેમજ પોલીસતંત્રની 16 ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી છે.