પાંચ વર્ષના વિકાસની ઉજવણી સામે મહેશ સવાણીએ રૂપાણી સરકાર પર કર્યા આકરા પ્રહાર- એવું કહી દીધું કે સરકારને લાગી ગયા મરચા

ભાજપની રૂપાણી સરકાર દ્વારા કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થતા અલગ અલગ સ્થળોએ અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભાજપ હાલમાં જ્ઞાન દિવસ, રોજગારી દિવસ વગેરે દિવસોની ઉજવણી કર્યું રહ્યું છે. જયારે આમ આદમી પાર્ટી સરકારની સામે અનેક કાર્યક્રમો કરીને જનતાની સમક્ષ લાવવાનો પ્રયાસ કરતા હોય છે તેવી વાતો કરી રહ્યા છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ સરકારની કાર્યશૈલી ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે. પત્રકાર પરિષદમાં મહેશ સવાણીએ જણાવતા કહ્યું છે કે, રાજ્ય સરકારે વિકાસ કર્યો છે જે અમે કબૂલ્યું છે અને સાથે કહ્યું છે કે આ વિકાસ રાજ્યને અંદાજે 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ડૂબાડવાનો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. સાથે મહેશ સવાણીએ કહ્યું છે કે, ગુજરાતમાં જન્મતો બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છે.

ભારતીય જનતા પાર્ટીની સરકારની જે વિકાસની વ્યાખ્યા છે તેમાં બદલાવ લાવવાની જરૂર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રાંધણગેસનો ભાવ નેતાઓના ઘર, રાજકીય પક્ષોની કાર્યાલયનો વિકાસ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. આજે યુવાનો વિદેશોમાં ભણતર માટે જવા માટે લાઇનમાં ઉભું રહેવું પડે છે. અંદાજે સૌથી વધુ યુવાનો દેશભરમાંથી ગુજરાતમાં એવા છે જે વિદેશ જવા ઈચ્છી રહ્યા છે. જે બતાવી રહ્યું છે કે, યુવાનોને રોજગારી આપવામાં અને શિક્ષણ આપવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી છે.

પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીનાં મહેશ સવાણીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર તેમના પાંચ વર્ષની જો ઉજવણી કરી રહી હોય તો તેમને અભિનંદન છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત મંચ ઉપરથી જાહેરમાં બોલવું જોઈએ કે આજે પણ ગુજરાતનું દેવું કેટલું છે. રાજ્યમાં ભાજપ પક્ષનું શાસન હતું તેમણે રાજ્યને કેટલા દેવામાં ઉતાર્યું અને ત્યારબાદ 27 વર્ષમાં ભાજપની સરકારે રાજ્યને અંદાજે 3 લાખ 10 હજાર કરોડના દેવામાં ડુબાડી દીધું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગર્વભેર મંચ પરથી રાજ્યના દેવા અંગે વાત કરવાનો હું પડકાર ફેંકું છું. આજે ગુજરાતમાં જન્મ તો હર એક બાળક 46,000ના દેવા સાથે જન્મે છે જે રાજ્ય સરકારની દેણ છે.

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડના નામ બદલવાને લઈને મહેશ સવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા જ મુદ્દાઓ ઉછાળીને લોકોને ગેરમાર્ગે દોરતી રહે છે. નામ બદલવાને બદલે સરકારને પ્રજાના કામ સારી રીતે કરવા જોઈએ. માત્ર શહેરોના નામ, એરપોર્ટના નામ, સ્થળોના નામ બદલીને રાજકારણ કરવાની કોઈ જરૂર નથી. આજની પ્રજા વિકાસ અને સુવિધા માગે છે. જનતાના કામ કરવાની જરૂરિયાત વધુ જણાય છે તેને બદલે સરકાર તોફાન અને નામ કર્ણો કરીને સંતોષ માની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *