મહેશગિરીનો ધડાકો: ભવનાથ મંદિરના મહંત બનવા હરિગિરિએ ભાજપને આપ્યા 5 કરોડ, જાણો વિગતે

Mahant of Bhavnath Mandir: ગિરનાર અંબાજી મંદિરના મહંતની નિયુકિત બાદ સંતો વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો છે સામસામે આક્ષેપ બાજી થઈ રહી છે. સંતો મહંતો વચ્ચે થઈ રહેલી નિવેદનોની ભરમારોથી ધર્મનગરી વિવાદિત નગરી થઈ રહી છે. ભુતનાથ મહાદેવ મંદિરના મહતં (Mahant of Bhavnath Mandir) દ્રારા ભવનાથ મંદિરના મહતં સામે અખાડાના જ 8 કરોડની હેરાફેરી કરિયાનો આક્ષેપ કર્યેા છે અને તેમાં પત્રમાં 8 સંતો, કલેકટર અને ભાજપને જ રાષ્ટ્ર્રીય ભંડોળ આપ્યાનો ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે.એક તરફ રાય સરકાર ગીર સોમનાથમાં ચિંતન શિબિર કરી રહી છે ત્યારે પ્રવાસન અને ધર્મનગરી જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા સામ સામે આક્ષેપબાજીઓ અંગે પણ સરકાર ચિંતન કરે તેવી ભાવિકો માંથી માંગ ઉઠી છે.

પૈસાની હેરાફેરીના થયા અનેક આક્ષેપો
ભુતનાથ મહાદેવ મંદિરના મહતં મહેશ ગીરી બાપુએ ગઈકાલે એક પત્ર જાહેર કર્યેા હતો અને તેમાં અંબાજી મંદિરના મહતં તરીકે પ્રેમગીરીજી મહારાજની નિયુકિત કરવામાં આવી છે તેમાં તેઓની સહમતી નથી અને યાં સુધી ભવનાથ મંદિરના મહતં તરીકે હરીગીરીજી મહારાજને કાઢીશ નહીં ત્યાં સુધી ચોટી ગુ ધનસુખગીરી બાપુ ની સમાધી એ શ્રદ્ધાંજલિ પણ નહીં આપું તેમ જણાવ્યું હતું તેમ જ તેઓ દ્રારા કહ્યું હતું. હરીગીરીજી મહારાજે તેના સેવકો દ્રારા મહેશ ગીરીબાપુએ તનસુખગીરી બાપુ ના સહિ સિક્કા કરાવ્યા તેનું નામ ઉછાળ્યું તે પણ યોગ્ય નહીં હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે મહેશ ગીરી બાપુએ જાહેર કરેલ લેટર બોંબમાં હરીગીરીજી મહારાજે અખાડા પરિષદના પૈસાની હેરાફેરી કરી છે તેવા આક્ષેપ સાથે જણાવી હરિગિરીએ અખાડાના લેટરપેડ ઉપર લખેલો પત્ર દર્શાવ્યો હતો અને અખાડા માંથી જ 8.5 કરોડ રકમ ઉપાડી લીધા છે અને તે બાબતે ભવનાથ મંદિરના મહતં હરિ ગીરીજી મહારાજે જવાબ આપવો જોઈએ.

મહેશગીરીબાપુના જણાવ્યા મુજબ વર્ષ 2014થી હરીગીરીજી મહારાજ ભવનાથ મંદિરના મહતં તરીકે કાર્યરત છે અને તેઓએ મંદિરને અખાડામાં સામેલ કરવા અને તેમના નામે કાયમી માલિકી હક મળે તે માટે રૂપિયા આપ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.લેટર બોંબમાં કુલ 11ને રૂપિયા આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યેા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર્રીય ભંડોળ 5 કરોડ, કલેકટર આલોક કુમાર પાંડે 50 લાખ, કલેકટર ડો રાહત્પલ ગુા 50 લાખ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ 50 લાખ, મહતં ઇન્દ્રભારતી 25 લાખ, સિધેશ્વર ગીરી મહતં 25 લાખ, મહાદેવ ગીરી ૨૫ લાખ, મુકતાનદં ગીરીબાપુ કમંડળ કુંડ મહતં 25 લાખ, શિવ ઘુના વાલે મહતં 15 લાખ, સેવા દેવી પુનિતાચાર્ય 15 લાખ અને જયશ્રી ગીરી ગુ મહતં ગીરી 25 લાખ એમ 11નો રૂપિયા આપ્યા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહેશ ગીરી બાપુએ આપ્યું આ નિવેદન
મહેશ ગીરી બાપુએ તો ત્યાં સુધી પણ જણાવ્યું હતું કે યાં સુધી ભવનાથ મંદિરના મહતં તરીકે હરી ગીરીબાપુ તેનું પદ નહીં છોડે તો હજુ પણ અનેક વિગતો બહાર લાવીશ પરંતુ હાલ તો લેટર બોમ્બમાં કલેકટર મહતં અને રાજકીય પક્ષ સહિતનાઓ સામે નાણાકીય લેવડ–દેવડ થઈ હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે પત્ર દર્શાવ્યો છે. મહેશ ગીરી બાપુના આક્ષેપો બાદ હવે ભવનાથ મંદિરનું રાજકારણ પણ ગરમાયું છે. આગામી શિવરાત્રી મેળા પૂર્વે ભવનાથ તળેટી વિસ્તારમાં પણ નવા જૂની થવાના એંધાણ સર્જાઇ રહ્યા છે.

સોમનાથમાં ચિંતન કરતી સરકાર આ બાબતે ચિંતન કરશે?
હાલ સરકાર ગીર સોમનાથમાં ચિંતન શિબિર કરી રહી છે ભવનાથ મંદિરનું મુખ્યત્વે વડ પણ કલેકટરના હસ્તક હોય છે ત્યારે લેટર બોમ્બ માં મહેશ ગીરી બાપુ દ્રારા કરાયેલ આક્ષેપ અંગે પણ સરકાર ચિંતન કરે તેવી ધર્મ અને પ્રવાસન નગરીના રહેવાસીની માંગ ઉઠી છે.