ગુજરાત(Gujarat): આપણે સૌ લોકોએ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મમાં જે રીતે અનિલ કપૂર અનાથ અને નિસહાય બાળકોને પોતાની પાસે રાખીને તેમનો ઉછેર કરી રહ્યા છે, જાતે ખવડાવી રહ્યા છે, રાખે અને ભણાવી રહ્યા છે. ત્યારે આવો જ એક સાચો કિસ્સો ગુજરાતના ખેડા(kheda) જિલ્લાના લવાલ ગામેથી સામે આવ્યો છે. જણાવી દઈએ કે, સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ(Mahipatsinh chauhan) લવાલ(Lawal) ગામે શિક્ષણ એજ કલ્યાણ સંકૂલમાં મિસ્ટર ઇન્ડિયા ફિલ્મની જેમ જ 100 કરતા પણ વધુ બાળકોનો ઉછેર કરી રહ્યા છે એટલે કે, બાળકોના જમવાથી લઈને તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.
અમે તમને જણાવી દઈએ કે, શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં 4 માળની ભવ્ય ઇમારત બનાવવામાં આવી છે. જેમાં બાળકો માટે સ્ટડી રૂમ, ડિનર હૉલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 100 રૂપિયાના માતબર દાનથી શરુ કરવામાં આવેલ આ શિક્ષણ સંકુલ આજે આશરે 3 કરોડ રૂપિયાનું સંકુલ બની ગયું છે. જેમાં બાળકોની તમામ જવાબદારી મહિપતસિંહ ચૌહાણ ઉઠાવી રહ્યા છે.
સરકારી શાળા કરતા પણ સુંદર સ્કુલ બનાવીને વિધાર્થીઓને અનુકુળ વાતાવરણમાં અભ્યાસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. પરંતુ મહત્વનું એ છે કે, આ સંકુલમાં કોઈ રાજકીય કે સામાજિક આગેવાનો નહિ પરંતુ એક શિક્ષક અને મિત્રોની ઉપસ્થિતિમાં જ શિક્ષણ એજ કલ્યાણ સંકૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જયારે આ સંકુલનું ઉદ્ઘાટન સમયે ગુજરાતી સિનેમાના સ્ટાર હિતેન કુમાર પોતાની જાતે આવી પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, હું છેલ્લા લગભગ 1 વર્ષથી મહિપતસિંહના આ કાર્યને જોઈ રહ્યો છું, શિક્ષણ માટે મહિપતસિંહ ખુબ જ સારું કાર્ય કરી રહ્યા છે.
શિક્ષણ એજ કલ્યાણ સંકૂલના ઉદઘાટન પછી એડમિશન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. ત્યારે પ્રથમ બાળકથી લઈને અત્યાર સુધી કુલ 100 કરતા પણ વધારે બાળકોને એડમિશન આ સંકુલમાં મળી ચુક્યું છે, જેમાં 50 જેટલા બાળકોના માતપિતા નથી, સાથે જ 40 બાળકોમાં કોઈના પિતા તો કોઈના માતા નથી અને 10 બાળકો એવા છે જેના માતપિતા છે પણ તેની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે. આવા બાળકોને આ સંકૂલમાં ભણાવવામાં આવી રહ્યા છે.
આ બાળકો સાથે આખો દીવસ મહિપતસિંહ ચૌહાણ મિસ્ટર ઇન્ડિયાના અનિલ કપૂરની જેમ અડીખમ ઉભા હોય છે. જો વાત કરવામાં આવે તો સવારના નાસ્તાથી લઈને ભણવાનું હોય કે સમસ્યા મુદે સોલ્યુશન, એક મોટાભાઈની જેમ બાળકો સાથે હાજર રહે છે અને તમામ સમસ્યાનો હલ લાવે છે. પછી તે ભલેને જમવાનું હોય બાળકો જોડે રમવાનું.
ઉલ્લેખનીય છે કે, મહિતપતસિંહના આ પ્રયાસને બિરદાવવા માટે રોજ જિલ્લા બહારથી લોકો મૂલકાત લેવા અહી આવી રહ્યા છે અને સંકૂલ માટે આર્થિક યોગદાન કરનાર પણ તેમના ફેસબુક ફોલોવર્સ જ છે કે જેમણે શિક્ષણ એજ કલ્યાણ સૂત્રને સાર્થક કરવા માટે બનતી તમામ મદદ કરી. લોકો બાળકોને ભણાવવા માટે એ હદે મદદ કરી રહ્યા છે કે, કોઈ સ્કુલ બેગ આપી જાય છે અને તો કોઈ બુટ આપવા આવે છે, ઠેર-ઠેરથી લોકોનો સાથ અને સહયોગ મળી રહ્યો છે. આજના સમયમાં આવી વ્યક્તિ શિક્ષણને પ્રથમ પ્રોત્સાહન આપી રહી છે તે ગામડાઓ સહિત ગુજરાતને ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.