દેવભૂમિ દ્વારકામાં સર્જાઈ મોટી દુર્ઘટના- નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મચારીઓ દાઝતા મચી અફરાતફરી

Tragedy at Nyara Refinery: દેવભૂમિ દ્વારકામાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીમાં પાઇપલાઈનમાંથી ગરમ પાણી ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો ગયો છે. આ દુર્ઘટનામાં(Tragedy at Nyara Refinery) 10 કર્મચારીઓ દાઝી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં બે કર્મચારીની હાલત ખુબ જ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

પાઈપલાઈનની સફાઈ કામગીરી દરમિયાન દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઈન રીપેર કરી રહ્યા હતા. આ સમયએ ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ છુટી ગયો હતો. જેના કારણે નાયરા રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીઓ ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

10 કર્મચારીઓ દાઝ્યા
પાઈપલાઈનમાંથી પાણી ઉડતા દાઝી ગયેલા કર્મચારીઓની રાજકોટ અને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ 10 કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો કંપનીમાં આ બનાવ કેવી રીતે બન્યો તેનું કારણ શોધવા તપાસ પણ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *