આધાર કાર્ડ વેરિફિકેશનના નિયમમાં મોટો ફેરફાર: જાણો કોને થશે તેનો ફાયદો

Aadhaar Verification: ભારત સરકારે પ્રાઈવેટ મોબાઈલ એપ્સમાં આધાર-ઈનેબલ ફેસ ઓથેટિંકેશનને (Aadhaar Verification) સામેલ કરવાની પરવાનગી આપી છે. યુઝર્સને આનો ફાયદો થશે.

યુઝર્સની Identity Verification સુરક્ષિત અને સરળ બનાવી શકાય છે. એટલું જ નહીં,આ પગલું ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવામાં, સેવાઓની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવામાં અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે.આ સિવાય ક્રેડિટ રેટિંગ બ્યુરો, ઈ-કોમર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટાલિટી, એગ્રીગેટર્સ અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર જેવા અન્ય ક્ષેત્રોને ફાયદો થશે.

આધાર-ઈનેબલ ફેસ ઓથેટિંકેશનનો ઉપયોગ
E-KYC વેરિફિકેશન, ઈમ્પલોઈ અંટેંડેંસ માર્ક , કસ્ટમર ઓનબોર્ડિંગ સાથે પરીક્ષા નોંધણી આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કરી શકાય છે. આ બાયોમેટ્રિક ઓથેંટિકેશન સિક્યોર અને ઝડપી સર્વિસ આપશે. OTP અથવા દસ્તાવેજો પર નિર્ભરતા પણ ઓછી હશે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ અને ITનું માનીએ તો આ મોટો નિર્ણય આધાર ઓથેંટિકેશન ફોર ગુડ ગવર્નન્સ એમેન્ડમેન્ટ રૂલ્સ, 2025 હેઠળ લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય સુશાસન અને સેવા વિતરણમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.

શું કરવામાં આવ્યો નવો ફેરફાર
સરકારે આધાર એક્ટમાં સુધારો કર્યો છે, ત્યારબાદ ખાનગી કંપનીઓને આધાર ઓથેન્ટિકેશનની સુવિધા આપવામાં આવી રહી છે. અગાઉ આ સુવિધા માત્ર સરકારી વિભાગોને જ મળતી હતી. 31 જાન્યુઆરી, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા પછી, હોસ્પિટાલિટી, હેલ્થ, ઈ-કોમર્સ, એજ્યુકેશન, ક્રેડિટ રેટિંગ જેવી સેવાઓ પણ આધાર વેરિફિકેશન દ્વારા ઉપલબ્ધ થશે.

પરિવર્તનનો ફાયદો શું?
આ ફેરફાર સાથે, આધાર વપરાશકર્તાઓને ઇ-કેવાયસી, પરીક્ષાઓ માટે નોંધણી અને અન્ય સેવાઓ માટે વારંવાર દસ્તાવેજ લાવવાની જરૂર રહેશે નહીં. આના દ્વારા કંપનીઓ તેમના કર્મચારીઓને સરળતાથી ઓળખી શકે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તેની મંજૂરી પછી, ફેસ વેરિફિકેશન દ્વારા કોઈપણ સમયે અને ગમે ત્યાં તમામ સુવિધાઓનો લાભ લઈ શકાય છે.