4 workers die in Surat: સુરતમાં ગેસ ગળતરની મોટી એક દુર્ઘટના સામે આવતા હંગામો મચી ઉઠ્યો છે. સુરતના માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની આ શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યા મોટા બોરસરા ગામે ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. આ વેળાએ ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થવા પામી હતી.(4 workers die in Surat) જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો.
કીમ GIDCમાં મોટી દુર્ઘટના બની છે. નિલમ ઈંડસ્ટ્રીઝમાં ગૂંગળાઈ જવાના કારણે ચાર કામદારોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેમિકલ ભરેલુ ડ્રમ ખોલતાની સાથે જ આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતા. જેમા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના, એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસની ટીમ સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તમામના મૃતદેહો કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કેમિકલ વાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું
કામદારોએ કેમિકલવાળા ડ્રમ ખોલતા જ ચાર કામદારોને ઝેરી અસરને લઈને શ્વાસ રૂંધાયો ગયો હતો. જેમાં ચારેયના મોત નિપજતા અરેરાટી મચી ગઇ હતી. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા હાલ તમામના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કીમની સાધના હોસ્પિટલમાં લવાયા હતા.
મૃતકના નામ
ઇમ્તિયાઝ અબ્દુલ શેખ ઉમર 45
અમીન પટેલ ઉમર 22
અરુણ ઉમર 22
રઘાજી ઉમર 54
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube