બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ પર્વમાં મોટી દુર્ઘટના; 5થી વધુ લોકોના મોત, 80 લોકો ઘાયલ

Baghpat Accident: ઉત્તરપ્રદેશના બાગબત જિલ્લાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બાગપત જિલ્લામાં ભગવાન આદિનાથના નિર્વાણ લડડું પર્વમાં મોટી (Baghpat Accident) દુર્ઘટના ઘટી છે. અહીંયા માન સ્તંભ પરિસરમાં લાકડાથી બનાવવામાં આવેલો એક વોચટાવર પડી ગયો છે. જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા છે. અત્યાર સુધીમાં મળી રહેલી જાણકારી અનુસાર આ વોચટાવર પડી જવાને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 80 થી વધારે લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે ભાગદોડ મચી ગઈ હતી.

ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ
પ્રશાસન તરફથી અત્યાર સુધીમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર બદૌતમાં જૈન સમુદાયના લડડું મહોત્સવ કાર્યક્રમ દરમિયાન વોચટાવર પડી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે ઘણા જૈન શ્રદ્ધાળુઓ લોહીથી લથબથ થઈ ગયા છે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન હોવાને કારણે ઘાયલોને રીક્ષામાં બેસાડી હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પણ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે.

ગાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
ઉત્તરપ્રદેશના બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ પર્વ દરમિયાન થયેલ દુર્ઘટના બાદ લોકોને બચાવવા માટે પોલીસ પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર ઘાયલોનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.

મુખ્યમંત્રીએ દુર્ઘટના વિષે રીપોર્ટ માંગ્યો
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બાગપત જિલ્લામાં થયેલ આ દુર્ઘટના વિશે જાણકારી મેળવી હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ રાહત કાર્ય ઝડપથી શરૂ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઘાયલોને વ્યવસ્થિત ઈલાજ મળી જાય તેના આદેશ આપ્યા છે અને સાથે જ તેમને ઘાયલો જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે.