ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હોટલ જેવા જ સ્પ્રિંગ રોલ હવે બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો- જુઓ વિડીયો

નાના-મોટા દરેક લોકોને ચાઈનીઝ રોલ ખુબજ પ્રિય વાનગી હોય છે. એમાં પણ ખાસ કરીને નાના બાળકોને સ્પ્રીંગ રોલ ખૂબ જ ભાવતા હોય છે. જો બાળકોને નાસ્તામાં સ્પ્રીંગ રોલ મળી જાય તો પછી બાળકો બીજા કોઈ પણ કામ ઉપર ધ્યાન આપતા નથી. એમાં પણ શિયાળા અને ચોમાસાની ઋતુમાં ચાઈનીઝ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો આજે અમે તમને એવી જ એક સપેગેટી રોલ બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.

જરૂરી સામગ્રી:

1 કપ બાફેલા નુડલ્સ

2 કેપ્સિકમ

તેલ પ્રમાણસર

1 કપ વટાણા

1 કપ ઝીણી સમારેલી ફણસી

1 ટી સ્પૂન લીલાં મરચાં

3 ટેબલસ્પૂન માખણ

અડધો કપ પૌંઆ

2 કપ દૂધ

અડધો કપ ઘઉંનો લોટ

અડધી ટીસ્પૂન મરીનો ભૂકો

1 ટેબલ સ્પૂન ખાંડ

મીઠું પ્રમાણસર

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત:                                                                                            સૌપ્રથમ કેપ્સિકમને નાના ટુકડાઓમાં કટીંગ કરો. ફણસી અને વટાણાને ગરમ પાણીમાં બાફી લો. પૌંઆને ગરમ પાણીમાં ધોઈને નીતારી લેવા. ત્યારબાદ ગેસ ઉપર એક કડાઈ મૂકો. કડાઈમાં 1 ટેબલ સ્પૂન માખણ નાખો. ત્યારબાદ તેમાં લીલા મરચાં અને કેપ્સીકમ મરચાં નાખીને થોડા સમય માટે હલાવો. લીલા મરચા અને કેપ્સીકમ મરચાં સારી રીતે સાંતળી નાખો. ત્યાર બાદ ગેસ પરથી તેને નીચે ઉતારી લો. બીજા વાસણમાં 2 ટેબલ સ્પૂન માખણ ગરમ મૂકી તેમાં ઘઉંનો લોટ અથવા મેંદો નાખીને સારી રીતે હલાવો. ત્યાર પછી તેમાં ધીરે ધીરે દૂધ નાખતા જાવ. તૈયાર થયેલ મિશ્રણમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. આ રીતે વ્હાઈટ સોસ તૈયાર કરો.

ત્યારબાદ વાઈટ સોસમાં સાંતળેલા લીલા મરચા અને કેપ્સિકમ મરચા નાખો. ત્યાર પછી તેમાં પૌંઆ, ફણસી, વટાણા, નુડલ્સ, ખાંડ, મરી અને મીઠું નાખો. આ દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ તૈયાર થયેલા મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારીને ઠંડું પડવા દો. એકથી બે કલાક પછી આ મિશ્રણ માંથી રોલ કરો. ત્યાર પછી આ રોલ કણકી ના લોટ માં રગદોળી ને ગરમ તેલમાં તળવા. અને ત્યાર પછી સોસ સાથે ગરમ ગરમ પીરસો. આ વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP