હાલમાં અમે એક એવી જાણકારી સામે લઈને આવી રહ્યા છીએ કે, જેનાથી આપને ખુબ જ લાભ થશે. ઘરે માત્ર 50 રૂપિયામાં બનાવો બજારમાં મળતી 150 રૂપિયા વાળી Dairy Milk ચોકલેટ, 1 વસ્તુ ભેળવીને બનાવી લો મોંઘી Silk. ડેરી મિલ્ક ખાવી ભલું કોને પસંદ ન હોય.
સોફ્ટ ક્રીમી ડેરી મિલ્ક બાળકોની સાથે જ વડીલોને પણ ખુબ પસંદ હોય છે. મોમાં નાખતા જ આ ચોકલેટ માખણની જેમ ઓગળી જાય છે. હવે તો બજારમાં કેટલીક વેરાયટીની ડેરી મિલ્ક આવી ગઈ છે. અમે તમને જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, તેને ઘરે જ એકદમ આસાનીથી કઈ રીતે બનાવી શકાય.
પહેલાના સમયમાં લોકો માત્ર 50 પૈસા અથવા તો 1 રૂપિયાની ચોકલેટ આપીને બાળકોનું મન જીતી લેતા હતા પરંતુ બાળકો ફેન્સી તથા મોંઘી ચોકલેટની માંગ રહેલી છે. તેમાં 10 રૂપિયાવાળી ચોકલેટ નહીં પરંતુ 200 રૂપિયાવાળી મોંઘી ચોકલેટનો સમાવેશ થાય છે.
હવે તો બજારમાં ડેરી મિલ્કની પણ કેટલીક વેરાયટી આવી ગઈ છે. તેમાં સિલ્કથી લઈને સિલ્ક બબલ સુધીની વેરાયટીનો સમાવેશ થાય છે. આજે અમે તમને ઘરે બેઠા આવી જ ચોકલેટ બનાવવાની રીત જણાવવા માટે જઈ રહ્યા છીએ. માત્ર 4 વસ્તુમાંથી બનાવો ચોકલેટ. ઘરે આવી ચોકલેટ બનાવવા માટે તમને વધુ સામગ્રીની જરૂર પડશે નહી. તમે ફક્ત 4 વસ્તુમાંથી જ તેને ઘરે બેઠાં બનાવી શકો છો.
બનાવવા માટે જોઈતી સામગ્રી:
1 વાટકી કોકો પાવડર, 1 વાટકી મિલ્ક પાવડર, 1/2 વાટકી દળેલી ખાંડ, 1 પેકેટ અમુલ બટરની જરૂર પડશે.
બનાવવાની રીત:
આવી મોંઘી ચોકલેટ ઘરે બેઠાં બનાવવી એકદમ આસાન છે. આની માટે તમારે પહેલા તમામ વસ્તુને એકસાથે ભેળવવી પડશે. સૌપ્રથમ તો કોકો પાવડર, મિલ્ક પાવડર તેમજ ખાંડના પાવડરને બાઉલમાં નાખો. હવે તેને ચાયણી વડે સારી રીતે ચાળી લો. તેને ચાળવું ખુબ જરૂરી છે નહિ તો ચોકલેટ ક્રીમી બનશે નહી.
ચાળ્યા બાદ તેને સારી રીતે ભેળવી લો. તેનો રંગ લાઈટ બ્રાઉન થઈ જશે. હવે એક ખાલી વાસણ લઈને એને ગેસ પર ચડાવો. તેની ઉપર બીજું એક વાસણ મુકીને તેમાં બટર નાખો. હવે બટર ગરમ થઈ જાય તો તેમાં તૈયાર કરેલ મિશ્રણ નાખતા જાવ. તેને સારી રીતે હલાવો કે, જેથી તેમાં દાણા ન બને.
જો તમને આ ચોકલેટનો સ્વાદ સિલ્ક જેવો જોઈએ તો તેમાં વધુ પ્રમાણમાં બટર મિક્સ કરો. જેટલું વધુ બટર હશે ચોકલેટ એટલી સ્મૂધ થશે. હવે પેસ્ટને ઉતારી લો. તેને મનગમતા આકારના મોલ્ડમાં નાખીને જામવા દો. લો તૈયાર છે ઘરે બનાવેલ તમારી ફેવરેટ ડેરી મિલ્ક.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle