તહેવારો પર 10 જ મીનીટમાં ઘરે બનાવો કાફેમાં મળે તેવી સ્વાદિષ્ટ ‘કોલ્ડ કોફી’- જાણો રેસીપી

કોફી લવર્સમાં કોલ્ડ કોફી(Cold coffee) ખૂબ ફેવરિટ હોય છે. આ કોફીની સ્મેલ પણ એટલી સરસ હોય છે કે જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય. મોટાભાગના કોફી લવર્સ તો કોફી પીવા માટે કાફેમાં જતા હોય છે. હાલમાં તહેવારોની સીજન શરુ થઈ ગઈ છે. ત્યારે ઘરે આવતા મહેમાનોને ઘરે જ બનાવેલી હોટેલ અને રેસ્ટોરન્ટ જેવી કોલ્ડ કોફી બનાવીને પીવડાવો.

કોફી(Cold coffee) બનાવવામાં વધુમાં વધુ 10 મિનિટનો સમય લાગે છે. તો ચાલો જોઈએ કે, તે કેવી રીતે બને છે અને રેસ્ટોરન્ટ સ્ટાઈલ કોફી(Cold coffee) બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર છે.

કોલ્ડ કોફી(Cold coffee) બનાવવા માટેની સામગ્રીઃ-

ઠંડું દૂધ: 2 કપ
કોફી: 2 ચમચી
ગરમ પાણી: 2 ચમચી

ખાંડ :- 2 ચમચી
વેનીલા આઈસ્ક્રીમ: 4 ક્યુબ્સ
આઇસ ક્યુબ્સ : 2-3

ચોકલેટ સોસ: 2 ચમચી
ફ્રેશ ક્રીમ: 1/2 કપ
કોકો પાવડર: 1/2 ચમચી
ગાર્નિશિંગ માટે વ્હિપ્ડ ક્રીમ

કોલ્ડ કોફી બનાવવાની રીતઃ-

સૌ પ્રથમ એક બાઉલમાં કોફી પાવડર લો અને તેમાં 1 ચમચી ગરમ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો.
ત્યાર બાદ દૂધ ઉકાળી લો.

પછી તેમાં કોફી નાખો અને ખાંડ પણ નાખો અને 2 મિનિટ સુધી હલાવો.
પછી તેમાં વેનીલા આઈસ્ક્રીમ અને આઈસ ક્યુબ્સ નાખો અને થોડીવાર માટે મિક્સર ચલાવો.

હવે કોલ્ડ કોફી લગભગ તૈયાર છે.
તેના માટે કોઈપણ 2 મગ/કપ લો અને ચમચીની મદદથી મગની અંદર ચોકલેટ સીરપ નાખો.
પછી મગની ઉપર થોડી ચોકલેટ પણ મૂકો.

પછી કોફીને મગમાં રેડો અને તમે જોઈ શકો છો કે મગમાં ઘણા ફીણ વળ્યા છે.
પછી કોકો પાવડર અને બીજા ઉપર થોડું ચોકલેટ સીરપ નાખો આમ તૈયાર છે આપણી કોલ્ડ કોફી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *