Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુરા ગામથી એક દુઃખ સમાચાર સામે આવ્યા છે. ગામમાં આવેલા તળાવમાં (Uttar Pradesh News) મામા ફઈના 12 વર્ષના બે ભાઈઓનું ડૂબાને કારણે મૃત્યુ થઈ ગયું છે. આ બંને ભાઈઓ તળાવમાં નાહવા માટે ગયા હતા. બાળકો ઘણા સમય સુધી દેખાયા નહીં ત્યારે તેમની શોધખોળ કરવામાં આવી.
એવામાં બંનેની લાશ તળાવમાં દેખાય. બાળકો ને આ રીતે ડૂબેલા જોઈ ઘરમાં શોકનો માહોલ છે. બંનેની લાશને પોસ્ટ મોટર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. મંડી પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા માનપુરા ગામમાં ઈન્દોર નિવાસી અનમોલ પોતાના મામાના ઘરે આવ્યો હતો. અનમોલ પોતાના મામાના દિકરા રિતિક સાથે શુક્રવારની સવારે લગભગ 11 વાગ્યે ગામના તળાવમાં નાહવા માટે ગયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બંને બાળકો ઘણા સમય સુધી ઘરે પાછા ન ફર્યા તો તેમની શોધખોળ હાથ ધરવામાં આવી. લોકોએ જણાવ્યું કે બે બાળકોને તળાવ પાસે જોયા હતા. તળાવમાં શોધખોળ કરતા બંનેની લાશ તળાવમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના પહોંચી અને પંચનામુ બનાવ્યું અને લાશને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ મોકલી દીધી હતી.
મૃતકના પરિવાર જનોમાં શોકનો માહોલ
ઋતક પરિવારના લોકો બંને માસુમ બાળકોના મૃત્યુને સહન કરી શક્યા નથી. પરિવારજનો ખૂબ રડી રહ્યા છે. પરિવારજનોનું કહેવું હતું કે તેમને ક્યાં ખબર હતી કે બંને બાળકોનો આજે છેલ્લો દિવસ હશે. બાળકો ખુબ સારા અને હસમુખ સ્વભાવના હતા. બંને બાળકો વચ્ચે પ્રેમ પણ ખૂબ હતો. પોલીસ સ્ટેશનના પ્રભારી માયા સિંહ એ જણાવ્યું હતું કે અનમોલ અને રિતિક નું તળાવમાં ડૂબાને કારણે મૃત્યુ થયું છે. આ બંને મામા ફઈના છોકરાઓ હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App