ગોધરા કાંડ જેમ બંગાળમાં પણ જીવતા સળગાવવાની ઘટનાઓ પર મમતા બેનર્જીની નીચ રાજનીતિ- જાણો શું છે સમગ્ર મામલો

પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)નું કહેવું છે કે બીરભૂમ હિંસા(Birbhum violence) પર રાજનીતિ કરવામાં આવી રહી છે. તેણીએ કહ્યું કે તે આ ઘટનાને યોગ્ય ઠેરવી શકતી નથી, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આવું થાય છે. સોમવારે, બીરભૂમ જિલ્લાના રામપુરહાટ(Rampurhat) નજીકના એક ગામમાં અનેક ઝૂંપડીઓને આગ લાગી હતી. જે બાદ દાઝી જવાથી બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા.

મમતાએ કહ્યું, ‘બીરભૂમની ઘટનાને યોગ્ય ઠેરવી ન શકાય, પરંતુ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં આવી ઘટનાઓ વારંવાર બને છે. અમે ન્યાયી રીતે કાર્યવાહી કરીશું. સરકાર અમારી છે, અમને અમારા રાજ્યની જનતાની ચિંતા છે. અમે ક્યારેય ઇચ્છતા નથી કે કોઈને દુઃખ થાય. બીરભૂમ, રામપુરહાટની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તરત જ OC, SDPO ને બરતરફ કરી દીધા છે.

કડક કાર્યવાહી કરવામાં આવશે:
મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તે પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુરુવારે જિલ્લાની મુલાકાત લેશે. તેમણે કહ્યું, “બીરભૂમની ઘટના માટે જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તેઓ કોઈ પણ રાજકીય પક્ષના હોય.”

ભાજપ પર સાધ્યું નિશાન:
વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) પર કટાક્ષ કરતા, તેમણે કહ્યું કે પાર્ટીના નેતાઓ સ્થળ પર જતા સમયે ‘લંગચા'(પડોશી બર્દવાન જિલ્લાના શક્તિગઢ વિસ્તારમાં બનાવવામાં આવતી મીઠાઈ) ચાખવા માટે રોકાઈ ગયા.

‘આ બંગાળ છે, ઉત્તર પ્રદેશ નથી’
ભાજપના નવ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે તે કોઈને બંગાળ આવતા અટકાવશે નહીં. મમતા બેનર્જીએ કહ્યું, ‘આ બંગાળ છે, ઉત્તર પ્રદેશ નથી. મેં તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ હાથરસ મોકલ્યું હતું પરંતુ અમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરંતુ અમે અહીં આવવાથી કોઈને રોકી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *