લૂંટેરી દુલ્હનનું વધુ એક કારસ્તાન: કોર્ટ મેરેજ પહેલા લાખો રૂપિયાના ઘરેણા લઈ ફરાર

Looteri Dulhan Viral News: ધારો કે તમે તમારી પ્રેમિકા સાથે કોર્ટ મેરેજ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો. ત્યારબાદ તમે આ સપનાને સાકાર કરવા માટે સમાજ અને પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરવા માટે કોર્ટમાં પહોચો છો અને તમને ખબર પડે કે જે પ્રેમિકા માટે તમે આ બધું કર્યું તે તો ફરાર (Looteri Dulhan Viral News) થઈ ગઈ. આવું જ કંઈક થયું છે ઉત્તર પ્રદેશના હરદોઈમાં, જ્યાં એક વ્યક્તિને કોર્ટ મેરેજ કરવા ભારે પડી ગયા, જ્યારે તેની થનારી દુલ્હન તેને કહ્યા વગર ભાગી ગઈ, તે સાથે ઘરેણા પણ લઈ ગઈ. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચારેય બાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

કોર્ટ મેરેજ પહેલા જ ઘરેણા લઈ ફરાર થઈ ગઈ લુટેરી દુલ્હન
ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં એક લુટેરી દુલ્હનને પોતાના થનાર પતિના સપનાઓ પર લગભગ ત્રણ લાખ રૂપિયાનો ચુનો લગાવી તેની ભાવનાઓ સાથે ખીલવાડ કર્યો તે તો અલગ. થયું કંઈક એવું કે નીરજ ગુપ્તા નામના એક વ્યક્તિ ઘણા સમયથી અવિવાહિત હતો અને તેના પરિવારજનો પણ તેના લગ્ન કરાવવાની બાબતે ખૂબ મુશ્કેલીમાં હતા.

બસ તેની આ મુશ્કેલી વિશે લૂંટેલી દુલ્હન અને તેની ગેંગને જાણકારી મળી. ગેંગએ પહેલા નીરજના પરિવારને ફસાવ્યો અને પછી લગ્નની વાત નક્કી કરી આખો ખેલ પાડી ગયા. નીરજના જણાવ્યા અનુસાર બાજુના ગામ બેહતી ચિરાગપુર માં રહેતા બાબા પ્રમોદની તેની સાથે પહેલેથી જ ઓળખાણ હતી, તેણે જહાબાદની રહેવાસી એક છોકરીના લગ્ન નીરજ સાથે કરાવવાનું વચન આપ્યું હતું.

ત્રણ લાખના ઘરેણા એક જ ઝાટકે લઈને રઘુ ચક્કર થઈ ગઈ
ત્યારબાદ નીરજને છોકરીનો ફોટો દેખાડ્યો અને નીરજને છોકરી પહેલી વારમાં જ પસંદ આવી ગઈ. બંને વચ્ચે ફોન પર વાતચીત થવા લાગી અને પ્રેમ થયો. નીરજે ભાવમાં આવી પોતાની થનારી દુલ્હન માટે ત્રણ લાખ રૂપિયાના ઘરેણા ખરીદી લીધા. 20 જાન્યુઆરીના રોજ લગ્નની તારીખ નક્કી થઈ અને ધીરજ પરિવાર સાથે કોર્ટ પહોંચ્યો જ્યાં બંનેના કોર્ટ મેરેજ કરવાના હતા. નીરજે ત્રણ લાખના ઘરેણા દુલ્હનને એક મંદિરમાં પહેરાવ્યા અને કોર્ટ તરફ ચાલ્યો ગયો. પરંતુ કોર્ટ મેરેજ પહેલા જ નીરજની દુલ્હન 3 લાખ રૂપિયાના ઘરેણા લઈ ત્યાંથી ફરાર થઈ ગઈ.