ગાય માતા સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનાર ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો

MP Man cow rape: મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના એક ગામ માંથી ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ પશુ સાથે દુષ્કર્મ જેવું હલકું કૃત્ય કર્યું હતું. પોલીસે તરત જ (MP Man cow rape) કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી તે વિસ્તારમાં તેનો વરઘોડો કાઢ્યો હતો.

આ મામલો મંદસોર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 30 કિલો મીટર દૂર રીંડા ગામનો છે. ગત 2 એપ્રિલના રોજ રાત્રે દ્વારકા પૂરી ગોસ્વામી નામની વ્યક્તિએ પોતાના કાકાના વાડામાં પશુ સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું. ઘટના દરમિયાન કોઈએ તેનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. જે બાદમાં વાયરલ થઈ ગયો. 8 એપ્રિલના રોજ મામલાએ જોર પકડ્યું હતું, ત્યારબાદ ફરિયાદીએ ગ્રામીણો સાથે અફઝલપુર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

અફઝલપુર પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીએ ગ્રામીણો સાથે ચર્ચા બાદ પોલીસ ટીમ બનાવી હતી અને આરોપી દ્વારકા પૂરી ગોસ્વામી, પિતા ભંવરપૂરી ગોસ્વામીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ભારે પોલીસ બળની હાજરીમાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન આક્રોષિત ગ્રામજનોએ પોલીસ પ્રશાસન જિંદાબાદના નારા લગાવ્યા હતા.

પોલીસ અધિકારી કીર્તિ બધેલએ જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ પશુ ગૃહતા અધિનિયમની ધારાઓ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારી સમર્થએ કહ્યું હતું કે ઘટનાની ગંભીરતાને જોતા તરત કાર્યવાહી કરવામાં આવી. ગામ લોકોમાં આરોપી પ્રત્યે ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.