કળિયુગી સંતાને માતા, પત્ની અને 3 બાળકોની કરી હત્યા અને પછી વટાવી હદ….

Uttar Pradesh Crime News: યુપીના સીતાપુરમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના એટલી ભયાનક હતી કે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં આરોપીએ તેની માતા, પત્ની અને ત્રણ માસૂમ બાળકોની ગોળી મારી હત્યા કરી હતી. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ આખા વિસ્તારમાં હાહાકાર મચી જવા (Uttar Pradesh Crime News) પામ્યો છે. એક જ ઘરમાંથી 6 લોકોના મૃતદેહ જોઈને બધા ચોંકી ગયા હતા. ત્યારે હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા આગળની તપાસ હાથ ધરી છે.

પરિવાર વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવા માંગતો હતો

આ સમગ્ર મામલો સીતાપુરના રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાલાપુરનો છે. અહીં શનિવારે સવારે નશામાં ધૂત યુવકે તેની પત્ની, માતા અને ત્રણ બાળકોની હત્યા કરી નાખી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નશાખોર યુવકની ઓળખ અનુરાગ સિંહ (45) તરીકે થઈ છે. વધુ પડતા નશાના કારણે તેનો પરિવાર તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવા માંગતો હતો. જેના કારણે તેનો પરિવાર સાથે ઝઘડો થયો હતો.જે બાદ વિવાદ દરમિયાન અનુરાગ સિંહે પાંચ લોકોને ગોળી મારી અને પોતે આત્મહત્યા પણ કરી લીધી. ત્યારે આ ઘટનામાં મૃતકોની ઓળખ પત્ની પ્રિયંકા (40), માતા સાવિત્રી (65), પુત્રી અશ્વિની (12) અને અન્ય બે બાળકો, 9 વર્ષ અને 6 વર્ષ તરીકે થઈ છે. હાલ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

ગામના લોકોની સામે પોતાને ગોળી મારી

ગ્રામજનોએ જણાવ્યું કે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ ગામલોકોએગોળીબારનો અવાજ સાંભળ્યો. આ પછી તેઓ પોતાના ઘરની બહાર આવ્યા. અનુરાગ બંદૂક લઈને ઘરની બહાર નીકળ્યો હતો. પછી તેણે પોતાની કાનપટ્ટી પર બંદૂક રાખી અને ગોળી મારી આત્મહત્યા કરી હતી. ગામલોકો તેને રોકે ત્યાં સુધીમાં તેણે ગોળી ચલાવી દીધી હતી.પાડોશીઓ ઘરની અંદર ગયા. ત્રણેય બાળકો ઘરના આંગણામાં લોહીથી લથપથ પડ્યા હતા.

100 વીઘા જમીનનો મલિક હતો મૃતક

ગામલોકોએ જણાવ્યું કે અનુરાગના પિતાનું અવસાન થયું છે. ઘરમાં માત્ર 6 લોકો રહેતા હતા. અનુરાગ પાસે પૈસાની કોઈ કમી નહોતી. તેમની પાસે લગભગ 100 વીઘા જમીન હતી. પત્ની પ્રિયંકા લખનૌમાં એક વીમા કંપનીમાં કામ કરતી હતી. અનુરાગે છેલ્લા 3 મહિનાથી નશો કરતો હતો. તે વ્યસની બની ગયો હતો. આ બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પ્રિયંકા તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં લઈ જવા માંગતી હતી.

કામ-ધંધો ન કરવા બાબતે ઝઘડા થતા હતા

જણાવવામાં આવી રહ્યું છે કે કામ ધંધો ન કરવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. અનુરાગ છેલ્લા ત્રણ મહિનાથી ખેતીના કામમાં પણ ધ્યાન આપતો નહોતો. તે દરરોજ સાંજે દારુ પીને ઘરે આવતો હતો અને ગાળાગાળી કરતો હતો.પત્ની કહેતી હતી કે તું આ રીતે પૈસા બગાડીશ તો બાળકોનો ઉછેર કેવી રીતે કરીશ. હું ક્યાં સુધી એકલી મજૂરી કરીને મારો પરિવાર ચલાવીશ? તેણે અનુરાગને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનુરાગે ઝઘડો શરૂ કર્યો. તેને લાગ્યું કે તેની પત્ની તેને તેની આવક અંગે ટોણા મારી રહી છે. આ બાબતે વધુ વિવાદ સર્જાયો હતો.