પુરના પ્રવાહમાં કાર તણાઈ ન જાય તે માટે વ્યક્તિએ અપનાવ્યો ગજબનો જુગાડ- વિડીયો જોઇને બોલી ઉઠશો કે શું મગજ છે

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ગજબ જુગાડનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ કહેશો કે મગજ હોય તો આવું.

દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં પૂર જેવી સ્થિતિ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. લોકોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોને પોતાનું ઘર ખાલી કરીને જવું પડે છે, તેથી ઘણા લોકોને તેમના ઘરની છત પર રહેવાની ફરજ પડે છે. ઘણા વિસ્તારોમાં પૂરના પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે ઘરની બહાર પાર્ક કરેલા લોકોના વાહનો પણ પૂરના પાણીથી તણાઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે તેલંગાણાના રાજન્ના સિરીસિલા જિલ્લાનો છે. જ્યાં શાંતિનગર વિસ્તારમાં શેરીઓ પુરના પાણીથી ખરાબ રીતે ભરાઈ ગઈ છે અને સાથે સાથે પાણીનો પ્રવાહ પણ ખૂબ ઝડપી છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ પોતાની કારને પાણીમાં તણાતા બચાવવા માટે એક અદભૂત જુગાડ અપનાવ્યો છે. તેણે પોતાની કારને દોરડાથી અનોખી રીતે બાંધી છે જેથી તે પૂરમાં વહી ન જાય. આનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લોકો આ વિડીયો જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે અને આ વ્યક્તિના મનની પ્રશંસા કરી રહ્યા છે. ટ્વિટર પર આ વીડિયો શેર કરતા યુઝરે લખ્યું – હવે સિરિસિલા આ જુગાડ માટે પ્રખ્યાત બની ગયું છે. સિરીસિલામાં પ્રથમ વખત કાર માલિકે પોતાની કારને આવા દોરડાથી બાંધી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શેરીઓ પાણીથી ભરેલી છે અને પાણીનો પ્રવાહ પણ ખૂબ ઝડપી છે. જેમાં એક કાર અડધી ડૂબી ગયેલી જોવા મળે છે. તે જ સમયે એક માણસ તેની છત પર ઊભો છે અને દોરડાથી કારના આગળ અને પાછળના ભાગને મજબુત રીતે બાંધ્યા પછી, તે દોરડું છતનાં થાંભલાઓ સાથે બાંધી રહ્યો છે. કોઈએ આ જુગાડનો આખો વીડિયો કેમેરામાં કેદ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *