ટ્રેનની અડફેટે આવી જતા 45 વર્ષીય આધેડનું થયું દર્દનાક મોત- હત્યા કે આત્મહત્યા?

અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ ચાંદોદમાં નવનિર્માણ પામી રહેલ રેલ્વે સ્ટેશનથી કેવડિયા કોલોનીના રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કપાઇ જતા શુક્રવારની સવારમાં 45 વર્ષનાં પુરુષનું મોત થયું છે.

ઘટનાસ્થળ પરથી મળી આવેલ મોબાઈલને આધારે ચાંદોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં મૃતક શિનોર તાલુકાના આનંદી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મૃતકના પુત્રની જાહેરાતને આધારે ચાંદોદ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલમાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ આસાનીથી કેવડીયા તરફ જઈ શકે તે માટે વડોદરાથી વાયા ચાંદોદ થઈને કેવડિયા જઈ શકાય તે માટે નવીન બ્રોડગેજ રેલવે લાઈન કાર્યરત બની છે. આની માટે ચાંદોદથી 2 કિમી દુર નવું રેલ્વે સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

ચાંદોદ રેલ્વે સ્ટેશનથી કેવડીયા બાજુ જઈ રહેલ રેલવે લાઈન પર વર્ષ 1901-’03 કિમીના પાટીયા વચ્ચે નવા માંડવા ગામ નજીકના નાના રેલ્વે નાળા પાસેથી શુક્રવારની સવારમાં પસાર થતી નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા આનંદી ગામના 45 વર્ષીય મહેશ અંબાલાલ વસાવાનું ઘટનાસ્થળ પર કરુણ મોત થયું હતું.

મૃતક પાસેથી મળી આવેલ મોબાઈલને આધારે તપાસ હાથ ધરતા પોલીસ દ્વારા તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લીધે મૃતકના પુત્ર પીન્ટુ મહેશ વસાવા દ્વારા પિતા મહેશભાઈની ઓળખ થતા પોલીસ દ્વારા પુત્રની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભોગ બનનાર મહેશ વસાવાના મૃતદેહ પાસેથી મોબાઈલ, થેલી, વાયરો, બેટરી તથા દાતરડું-લાકડી મળી આવી હતી. આ ઘટના અકસ્માત છે કે આપઘાત? તે અંગે પંથકમાં ચણભણાટ વ્યાપ્યો છે. અહીં નોંધનીય છે કે, ચાંદોદથી કેવડીયા બ્રોડગેજ સેવા કાર્યરત થઇ છે પણ તેની જ્યુડિશિયલ જાહેર કરવામાં આવી ન હોવાથી રેલ્વે પોલીસને બદલે ચાંદોદ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *