કળયુગ તો જુઓ સાહેબ! એક તો જીવ બચાવ્યો અને બદલામાં મળ્યો ઢોર માર- જુઓ વિડીયો

ગુરુગ્રામ(Gurugram): નોઈડા (Noida)માં સુરક્ષાકર્મી પર હુમલા બાદ ગુરુગ્રામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ‘ધ ક્લોઝ નોર્થ એપાર્ટમેન્ટ્સ(The Close North Apartments)’માં રહેતો એક યુવક પાંચ મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ ગયો હતો. આરોપ છે કે બહાર આવ્યા બાદ તેણે સિક્યુરિટી ગાર્ડ (Security guard)ને થપ્પડ મારી હતી. માહિતી બાદ ગુરુગ્રામ પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સમગ્ર ઘટના સોસાયટીની લિફ્ટ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTVમાં દેખાઈ રહ્યું છે કે, લિફ્ટમાંથી બહાર આવતા જ આરોપી વરુણ નાથ સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારવા લાગ્યો.

ગુરુગ્રામ પોલીસે આરોપી વરુણ નાથ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 323 (દુઃખ પહોંચાડવી) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો છે. ગાર્ડ અશોક કુમારે જણાવ્યું કે મેં તેને 3-4 મિનિટમાં લિફ્ટમાંથી બહાર નીકળવામાં મદદ કરી. પરંતુ, તેમ છતાં પણ તેણે બહાર નીકળતાની સાથે જ તેણે મને મારવાનું શરૂ કર્યું.

શું છે સમગ્ર મામલો:
ક્લોઝ નોર્થ સોસાયટીમાં રહેતા વરૂણ નાથ 14મા માળેથી લિફ્ટમાંથી નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ બંધ થઈ ગઈ અને તે ફસાઈ ગઈ. મદદ માટે તેણે લિફ્ટમાં લગાવેલા ઈન્ટરકોમ દ્વારા સિક્યુરિટી ગાર્ડ અશોકને જાણ કરી હતી. અશોક લિફ્ટમેન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો.

અશોકે જણાવ્યું કે, વરુણને લિફ્ટમાંથી બહાર કાઢવામાં તેને પાંચ મિનિટ લાગી. આનાથી ગુસ્સે થઈને તેણે લિફ્ટમાંથી બહાર આવતા જ સિક્યુરિટી ગાર્ડને મારવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાથી નારાજ સોસાયટીના તમામ સુરક્ષાકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

સુરક્ષા કર્મચારીઓએ કામ બંધ કરી દીધું:
ઘટના બાદ સોસાયટીના તમામ સુરક્ષાકર્મીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. સુરક્ષાકર્મીઓએ કહ્યું કે તેઓ દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ કેટલાક તેમને પોતાનો ગુલામ માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *