બાઈકમાં એકસાથે 7 લોકોને સવાર જોઇને પોલીસ અધિકારીએ કર્યું એવું કે…

એક બાઇક અને તેના પર 7 લોકો સવાર જોવા મળ્યા હતા. હા, જે રીતે તમે સાંભળીને આશ્ચર્ય પામ્યા છો, તે જ રીતે ઉત્તરપ્રદેશમાં બાઇક પર આટલા લોકોને જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી. હવે પોલીસ તરફથી આ બાઇક સવારનો ફોટો જાહેર કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આ તસવીર તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરતા પોલીસે લખ્યું હતું કે, ‘ચાલન ન કરો, યમરાજથી ડરો.’

પોલીસનો આ મુદ્દો પણ સાચો છે. માત્ર ચાલનના ડરને કારણે રસ્તા પર નિયમોનું પાલન ન કરવું જોઈએ. કારણ કે લોકોની સલામતી નિયમોનું પાલન કરવામાં છે.

મહિલા અને 5 બાળકો સાથે બાઇક સવાર
પોલીસે શેર કરેલી તસવીરમાં વ્યક્તિએ એક મહિલાની ઉપરાંત 5 બાળકોને બાઇક પર બેસાડી રાખ્યા છે. આટલું જ નહીં, તેણે પોતે પણ હેલ્મેટ પહેર્યું નથી. તે માણસને જોઈને ત્યાં ઉભેલા પોલીસકર્મીએ પણ તેને નમન કર્યું હતું. જે સોસિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ તસવીર એટા જિલ્લાના માયા પેલેસ ચોકની છે. ત્યાં પોલીસકર્મીએ બાઇક પર સાત લોકોને સવાર જોયા હતા. જ્યારે બાઇક રોકવામાં આવ્યું ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે, તે હોસ્પિટલ ગયો હતો અને હવે તેના પરિવાર સાથે પાછો આવી રહ્યો છે. પોલીસે વ્યક્તિનું ચલન કાપી નાખ્યું અને સાથે જ તેને ટ્રાફિકના નિયમો વિશે સમજાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *