મજબૂરી કઈ પણ કરવી શકે છે… સાઈકલ અને છોકરાને લઈને ફૂડ ડિલિવરી કરવા નીકળેલા પતિ-પત્નીનો વીડિયો દિલને સ્પર્શી જશે

Zomato Food Delivery Husband-Wife Video Viral: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોને લઈને ઉશ્કેરાયેલી દરેક વ્યક્તિએ જોઈ હશે. તે મહિલાઓને…

Zomato Food Delivery Husband-Wife Video Viral: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોને લઈને ઉશ્કેરાયેલી દરેક વ્યક્તિએ જોઈ હશે. તે મહિલાઓને ન્યાય મેળવવા માટે સરકારનો મુકાબલો કરવામાં જરાય શરમાતી નથી. પરંતુ, આજે સ્વાતિ માલીવાલે તેના સોશિયલ મીડિયા પર એક સુંદર લાગણી વ્યક્ત કરતો એક વીડિયો(Zomato Food Delivery Husband-Wife Video Viral) શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં ‘તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે’ ગીતની એક લાઇન લખી છે.

સાઈકલ અને છોકરું લઈને ઝોમેટોની ફૂડ ડિલિવરી કરવા નીકળ્યાં પતિ-પત્ની
સ્વાતિ માલીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પતિ-પત્નીની જોડી સાઈકલ દ્વારા ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી જોવા મળે છે. વીડિયોમાં પતિેને બાળકને તેડું રહેલો અને પત્નીને સાઈકલ ચલાવતા જોઈ શકાય છે. બંને એકબીજા સાથે સમય વિતાવીને સખત મહેનત કરી રહ્યા છે અને લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યાં છે. આવી સ્થિતિમાં સ્વાતિ માલીવાલે વીડિયો શેર કરીને બધાના દિલને સ્પર્શી લીધા. આ પ્રેરણાદાયી વીડિયો સાથે એક ગીત ‘તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે’ પણ શેર કરવામાં આવ્યું છે.

વીડિયો ક્યાંનો તે અજ્ઞાત પણ સ્પર્શી ગયો લોકોના દિલને જો કે આ વીડિયો કયા શહેરનો છે તે હજુ સુધી કઈ માહિતી માહિતી મળી નથી. તેની સાથે વિડીયોમાં દેખતું કપલ કોણ છે તે પણ કઈ સરખું દેખતું નથી. આ વિડીયો જે લોકો જોશે તે બધાના દિલ ને સ્પર્સ કરી જશે. અને આ વિડીયો જોઇને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે,વીડિયો જોઈ રહેલા એક યુઝરે કહ્યું કે આ સાચો પ્રેમ છે, વાસ્તવિક સંઘર્ષ છે, વાસ્તવિક ભારત છે. જ્યારે અન્ય એકે કહ્યું કે જે મહિલાઓ ખોટા આરોપ લગાવતી હોય છે તેમને આ વીડિયો દેખાડવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *