કબરાઉ વાળા મણીધર બાપુ ઘરે ધ્યાન દેવાનું ચૂક્યા? બાપુની દીકરીએ ભાગીને કરી લીધા પ્રેમલગ્ન

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાન કબરાઉ મોગલધામના મણિધરબાપુની (Manidhar bapu kabrau daughter) દીકરીનું અપહરણ થયાના સમાચાર સામે આવ્યાં હતા. જો કે હવે મળતી માહિતી મુજબ મણિધરબાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ડાભી બંનેએ ભાગીને લગ્ન કરી લીધા છે.

કબરાઉ મોગલધામના મણિધરબાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીએ અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા છે. આ બંનેના લગ્ન સમયનો ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યાં છે.

5 દિવસ પહેલા 25મી નવેમ્બરે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી મણિધરબાપુની દીકરી રાજલ ગઢવીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકમાં અપાઈ હતી. પણ હવે રાજલ ગઢવી અને બુકી ધર્મેન્દ્ર ડાભીના લગ્નના ફોટો અને મેરેજ સર્ટિફિકેટે સામે આવતા એવું લાગી રહ્યું છે કે મણિધરબાપુની દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી.

ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમનોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે રાજલ ગઢવી અને ઓમ ડાભી બંનેને પાંચમાં દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. જો કે, લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાઉ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજલ ગઢવી સાથે લગ્ન કરનાર ઓમ ડાભી નામનો યુવાન ત્રણ વર્ષથી કબરાઉ દર્શન કરવા આવતો હોવાની માહિતી મળી છે.