ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને વારંવાર ભારતીય સૈન્યનું અપમાન કરવાનું બંધ કરવા અને તેમની બહાદુરી પર સવાલ ઉઠાવવાનું બંધ કરવા કહ્યું છે. નડ્ડાએ મનમોહનસિંઘ પર ભારતીય ભૂમિનો નોંધપાત્ર હિસ્સો ચીનને સોંપી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો, અને જેપી નડ્ડાએ દાવો કર્યો હતો કે મનમોહનના સાશનમાં 2010 થી 2013 દરમિયાન 600 ચિની આક્રમણની થયા હતા.
આ નિવેદન એ સમયે આવ્યું છે જયારે ડૉ મનમોહનસિંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં કહ્યું છે કે, 15 જૂને લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈન્ય સાથે સામનો દરમિયાન માર્યા ગયેલા 20 ભારતીય જવાનોના બલિદાન નિરર્થક ન જવ જોઈએ. સિંહે શુક્રવારની સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને કરેલી સરહદ અંગેની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને “તેમના શબ્દોના પ્રભાવો અંગે હંમેશા ધ્યાન રાખવું જોઈએ”.
મનમોહન સિંઘ એ જ પાર્ટીના છે જે: નિઃસહાય બનીને ચીનને ૪૩,૦૦૦ કિ.મી.થી વધુનો ભારતીય પ્રદેશ લાચાર બનીને આપી દેવામાં આવ્યો. યુપીએનાં સાશન દરમિયાન, લડ્યા વિના શરણાગતિ સ્વીકારવામાં આવતી હતી.
Dr. Manmohan Singh belongs to the same party which:
Helplessly surrendered over 43,000 KM of Indian territory to the Chinese!
During the UPA years saw abject strategic and territorial surrender without a fight.
Time and again belittles our forces.
— Jagat Prakash Nadda (@JPNadda) June 22, 2020
આટલેથી અટક્યા વગર જે પી નડ્ડાએ ફેંક્મ ફેંક શરુ રાખીને કહ્યું કે ચીનીઓએ 2010 થી 2013 દરમિયાન 600 ભારત પર 600 વાર આક્રમણ કર્યું હતું.
જોકે ભાજપ અધ્યક્ષના આ દાવાને સાચો છે કે ખોટો તે તેમની ટ્વીટમાં જ જવાબ મળી ગયો હતો. ભારતનું ક્ષેત્રફળ જોઈએ તો તે લંબાઈ કે પહોળાઈમાં 3214 km અને 2933 km છે. જયારે પૃથ્વી ની લંબાઈ 40,075 kilometers છે. આમ વિપક્ષ પર આરોપ મુકવામાં ને મુકવામાં ખોટી માહિતી આપીને લોકોને ભ્રમિત કર્યા હતા.
Hire better fake-news creators. Apparently, Dr Singh gave away the whole planet and a little extra on top. pic.twitter.com/TG2IZgPpwJ
— Shaantanu Singh (@singh_shaantanu) June 25, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news