પેરિસમાં ભારતનો પરચમ લહેરાવીને દેશ પરત ફરી મનુ ભાકર; દિલ્હી એરપોર્ટ પર ઢોલ- નગારાં સાથે થયું જોરદાર સ્વાગત

Manu Bhaker Arrived Delhi: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની બે બ્રોન્ઝ મેડલ શૂટર મનુ ભાકર ભારત પરત આવી છે. દિલ્હી પરત ફર્યા બાદ મનુ ભાકરનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના પરિવારના(Manu Bhaker Arrived Delhi) લગભગ 100 લોકો તેમના સ્વાગત માટે તૈયાર હતા. આ સાથે તેના કોચ જસપાલ રાણા પણ એરપોર્ટ પર તેનું સ્વાગત કરવા હાજર હતા.

તેઓ પરત ફર્યા બાદ ઢોલ-નગારાં અને હાર પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મનુ તેના મેડલથી ખૂબ જ ખુશ દેખાઈ હતી ફેન્સ મનુ ભાકર અને તેના કોચને કારમાં માળા પહેરાવતા જોવા મળ્યા હતા. ચાહકોએ ભાકર અને રાણાના ચિત્રો સાથેના બેનરો સાથે ઢોલ વગાડીને, નાચતા અને ગીતો વગાડીને ભાકરની સિદ્ધિની ઉજવણી કરી હતી.

મનુ ભાકરે આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર વ્યક્તિગત અને 10 મીટર મિશ્ર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. ભાકર શનિવારે ફરી પેરિસ જશે અને રવિવારે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ભારતીય દળની મહિલા ધ્વજવાહક બનશે.

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી માત્ર 3 મેડલ જીત્યા છે, જેમાંથી મનુ ભાકરે 2 મેડલ જીત્યા છે. સરબજોતે મનુ ભાકર સાથે મિક્સ્ડ ઈવેન્ટમાં ત્રીજો મેડલ જીત્યો હતો. હાલમાં કુસ્તીમાં ભારત માટે સિલ્વર મેડલ પણ નિશ્ચિત થઈ ગયો છે. મંગળવારે વિનેશ ફોગાટ રેસલિંગ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી.