પતિ, પત્ની તેમજ તેના અફેરના ઘણા કિસ્સાઓ સમયાંતરે સમાજ માંથી બહાર આવે છે. પરંતુ આવા કેસમાં પરિણામ હંમેશા ખરાબ આવતું હોય છે. આવા કેસમાં ઘણી વાર પતિ-પત્નીએ તો ક્યારેક ‘વો'(જેમની સાથે અફેર છે એ) નામનાં શખ્સે ભોગવવું પડે છે. તેવો જ એક બનાવ ગુજરાતમાં બન્યો હતો. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં બનેલી પ્રેમકહાની સાંભળીને અમુક સમય માટે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
એક યુવક અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને પ્રેમ કરતો હતો. છેલ્લા 2 વર્ષથી આ સંબંધ એમનામ રહ્યો હતો. પરિણીતાનો પતિ UP રાજ્યમાં જતો રહ્યો હતો. તે પછી યુવકે આ મહિલાની સાથે રહેવાનું ચાલુ કરી દીધું હતું. પરંતુ અચાનક પરિણીતાનો પતિ અમદાવાદ શહેર પાછા આવતા પત્ની અને પ્રેમીની લીલાની પોલ ખુલી ગઈ હતો. પતિએ પોતાનાં ઘરમાં આ પ્રેમીને જોતા જ ગુસ્સે થયો અને ધમકાવીને બહાર કાઢી મૂક્યો હતો. આ પ્રેમી યુવક અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહે છે તેમજ લોડિંગ રીક્ષા ચલાવે છે.
2 વર્ષથી અમદાવાદનાં બાપુનગરમાં રહેતી પરિણીતા સાથે તેને પ્રેમમાં થઇ ગયો હતો. પરંતુ અચાનક પતિ ઘરે આવી જતાં તેમનો ભાંડો ફૂટ્યો હતો. છેલ્લા 3 વર્ષથી પતિ UP રાજ્યમાં રહેતો હતો. ગયા શુક્રવારનાં રોજ પતિ આવી જતાં તેમનો પોલ ખુલ્લી ગઈ તેમજ ત્યાંથી પ્રેમીને ધમકાવીને કાઢી મૂકવામાં આવ્યો. પરંતુ જ્યારે નજીકમાં આવેલી સમોસાની લારી તે નાસ્તો કરતો હતો ત્યારે મહિલાનાં બે ભાઈઓ તેમજ પતિએ ત્યાં આવીને પ્રેમીને ઢોર માર મારવાનું શરુ કર્યું હતું.
તું મારી પત્ની સાથે શું કામ રહે છે? એમ કહીને મારતો હતો. મહિલાનાં એક ભાઈએ ચપ્પુ કાઢીને પ્રેમીના માથામાં માર્યું હતું. પહેલા પણ જ્યારે આ પ્રેમી પરિણીતાનાં ઘરે હતો તે સમયે પતિએ અહીંયા શું કરે છે? એવું કહી પત્ની સાથે ઝઘડો પણ કર્યો હતો. યુવક સાથે ઘરમાં માથાકુટ કરી અને આજ પછી ક્યારેય અહીંયા આવતો નહીં એવું કહીને તેને કાઢી મૂક્યો હતો. ઢોરમારનાં લીધે ઢીલાઢફ થયેલાં યુવકની અમદાવાદ શહેરની સિવિલમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી.
યુવક દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં આ 3 વ્યક્તિઓએ મારામારી કરી હોવાની FIR નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં કાયદેસરનાં કાનૂની પગલાં લીધા છે. પોલીસ દ્વારા આખા કેસની તપાસ કરી તેમજ પ્રેમ પ્રકરણ અંગે સાંભળ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. 2 વર્ષ સુધી મહિલા સાથે રહ્યો તેમજ અચાનક પતિ આવતા એની પોલ ખુલ્લી ગઈ છે. પોલીસ દ્વારા આ કેસમાં યુવક તેમજ પતિ બંનેની પૂછપરછ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle