આસામના તીનસુકિયા જિલ્લામાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના નેચરલ ગેસ કૂવામાં આગ લાગી છે. છેલ્લા 14 દિવસથી આ કૂવામાં ગેસ લિકેજ થતો હતો. સૂત્રો કહે છે કે, આગ મંગળવારે બપોરે શરૂ થઈ હતી અને આજુબાજુના વિસ્તારમાં ફેલાય તેવી સંભાવના છે. આ ઘટના બાદ આસામના પ્રધાનમંત્રી સર્વાનંદ સોનોવાલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે વાત કરી છે. ગેસ લિકેજ વિસ્તારમાં એનડીઆરએફ તૈનાત કરવામાં આવી છે અને આસામના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સિંગાપોરથી કુવાઓ બુઝાવવાની જરૂરિયાત અંગે નિષ્ણાંતોને પણ મોકલવામાં આવ્યા છે અને તેઓ મંગળવાર સવારથી કામગીરીમાં જોડાયા છે. નોંધપાત્ર વાત એ છે કે, ગુવાહાટીથી લગભગ 500 કિલોમીટર દૂર બાગજન તીનસુકિયામાં આ તેલનો કૂવો 27 મેના રોજ ફૂટ્યો હતો અને ત્યાં છેલ્લા 14 દિવસથી ગેસનું લિકેજ થતું હતું, જેના કારણે આ વિસ્તારની ભીનાશ અને જૈવવિવિધતાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું.
#WATCH Massive fire at the gas well of Oil India Ltd at Baghjan in Tinsukia district, Assam. A team of National Disaster Response Force (NDRF) is present at the spot pic.twitter.com/Tw2G92aPXy
— ANI (@ANI) June 9, 2020
તેલના કૂવામાં આગ લાગવાના કારણે આજુબાજુના ગામોમાં ડાંગરના ખેતરો, તળાવો અને ભીના મેદાન પણ પ્રદૂષિત થઈ ગયા છે. કુદરતી ગેસ કૂવાના દોઢ કિમી વિસ્તારની અંદર રહેતા ઓછામાં ઓછા 6,000 લોકોને સ્થળાંતર કરી રાહત વિસ્તારોમાં પહોચાડવામાં આવ્યા છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પણ અસરગ્રસ્ત પરિવારોને દરેકને 30,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news