સરકારી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 250 દર્દીઓ હતા દાખલ, શોર્ટ સર્કિટની સંભાવના

Lucknow hospital fire: લખનઉમાં આવેલ લોકબંધુ સરકારી હોસ્પિટલમાં સોમવારે રાત્રે 9:30 આગ લાગી ગઈ હતી. આગ લાગવાની શરૂઆત બીજા માળેથી થઈ હતી. સૌથી પહેલા આઇસીયુ અને ફીમેલ મેડિસિન વોર્ડ આગની ઝપેટમાં આવ્યા હતા. આ બંને વોર્ડમાં કુલ મળીને 55 દર્દીઓ હતા. દર્દીઓ અને તેના સગા વાલા કઈ સમજી શકે તે પહેલા જ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ (Lucknow hospital fire) કરી લીધું. વોર્ડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. ડોક્ટર સ્ટાફ અને સંબંધીઓએ મળીને 250 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ આ દુર્ઘટનામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું.

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવાઈ રહ્યું છે. આગની જ્વાળાઓ એટલીઝડપી હતી કે હોસ્પિટલમાં ચારેય બાજુ ધુમાડો થઈ ગયો હતો. દરેક બાજુ ચિચિયારીઓ સંભળાતી હતી. આગ લાગવાને કારણે હોસ્પિટલના કર્મચારીઓએ વીજળી કાપી નાખી હતી. તેના લીધે હોસ્પિટલમાં અંધારું થઈ ગયું હતું. આ દરમિયાન દર્દીઓને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. જો વીજળી કાપવામાં ન આવી હોત તો વધારે નુકસાન થવાની સંભાવના હતી.

મારા પપ્પાને બચાવી લો, તે ફસાઈ ગયા છે
ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ત્યાં સુધીમાં આગ અન્ય વોર્ડમાં પણ ફેલાઈ ગઈ હતી. કોઈ પોતાના પિતાને બચાવવા માટેની વિનંતી કરી રહ્યા હતા તો કોઈ પોતાના પતિને બહાર કાઢવા માટે કહી રહ્યા હતા. અફરાતફરી વચ્ચે ડોક્ટર, નર્સ, હોસ્પિટલ કર્મીઓ તેમજ સંબંધીજાણોએ અને ફાયર વિભાગના કર્મચારીઓએ સાથે મળીને પોલીસે ટોર્ચ તેમજ મોબાઇલની મદદથી દર્દીઓને બહાર કાઢ્યા હતા તથા પોતાની પણ રક્ષા કરી હતી. મોડી રાત સુધીમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.