કચ્છમાં આવેલા ચમત્કારીક રવેચી માતાના મંદિર વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.માતા રવેચી નું મંદિર રાપર તાલુકાના રવ ગામમાં આવેલું છે.હજારો વર્ષ પહેલા પાંડવો દ્વારા નવ શિખર અને ગુમ્મટ વાળું રવેચી માતા નું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સામબાઈ માતાએ રવેચી માતાની ફરીથી નવું મંદિર બનાવ્યું હતું.
આ ગુમ્મટ વાળું રવેચી માતા ના મંદિરમાં રવેચી માતાની સાથે સાથે ખોડીયાર માતાની અને આશાપુરા માતાની મૂર્તિ પણ આવેલી છે.લોકો દૂર-દૂરથી રવેચી માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે. માતા રવેચી ના મંદિરે આવતા દરેક ભક્તોની માનતા પૂરી કરે છે. મંદિરમાં આવતા ભક્તો દ્વારા શ્રી ફળ વધેરવાનો રિવાજ છે. રવેચી માતાના મંદિરમાં દિવસમાં ત્રણવાર આરતી કરવામાં આવે છે.અહી આવતા તમામ ભક્તોને મફતમાં ભોજન આપવામાં પણ આવે છે.
માતા રવેચી એ રવ,ડાવરી,ત્રંબો અને જેસડા નામના આ ચાર ગામોને રક્ષણ માટેનું વચન આપેલું છે.આ ચાર ગામમાં શિયાળાની રાતે ઠંડો પવન વાતો નથી. અહીંના ગામની ગાયો પણ રાતે બહાર બેસે છે. આ ચાર ગામમાં શિયાળાની રાતે કોઈને ઠંડી લાગતી નથી. આ સિવાય આ ચાર ગામમાં કોઈ પણ તકલીફ આવતી નથી અને ચોરીના બનાવો પણ બનતા નથી.જે માં રવેચીનો અદભુત પરચો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.