ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની (Mayabhai Ahir Health) ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. તેમણે પોતાની તબિયતના સમાચાર ચાલુ ડાયરામાં જ આપ્યા હતા. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જોકે, મંગળવારે સવારે એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં માયાભાઈ આહીરે ચાહકોને સંદેશ આપ્યો છે કે, ‘હું એકદમ રેડી છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’ માયાભાઈ આહીરની તબિયતમાં હાલ સુધારો છે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે.
સોમવારે રાત્રે તબિયત લથડી હતી
કડીના ઝુલાસણ ગામે એકપ્રાથમિક શાળાનો ભવ્ય લોકાર્પણ-ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ દાતાઓનો સન્માન સમારોહ બુધવારે યોજાનાર છે.જે દરમિયાન રવિવારે અને સોમવારે ભવ્ય લોક ડાયરો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સોમવારે રાત્રી દરમિયાન માયાભાઈ આહીર સહિતના કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરાયું હતું.
હાલમાં તબિયતમાં સુધારો…
માયાભાઈ આહીર સ્ટેજ ઉપર ચડતાની સાથે જ તેમની તબિયત લથડી હતી. તેમ છતાં ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખી તેઓએ સ્ટેજ ઉપરથી ડાયરો ચાલુ કર્યો હતો અને અચાનક જ તબિયત લથડતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માયાભાઈની તબિયતમાં સુધારો થયો છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે.’જય સિયારામ આપડે એકદમ રેડી છીએ, કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી.’
ડોકટરે જણાવી પરિસ્થિતિ
આ સાથે જ તેમના ડોકટરે જણાવ્યું હતું કે, માયાભાઈને રાતે લાવ્યા ત્યારે તેમની કન્ડિશન ક્રિટિકલ હતી. રાતના સડાબાર એક વાગ્યાની આસપાસ અમે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યું છે. જે બ્લોક હતો તે ક્લિયર થઈ ગયો છે. અત્યારે તેમની તબિયતમાં બહુ સંતોષકારક સુધારો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App