IAS Succes Story: સફળતાના મેદાનમાં તે જ વિજેતા થાય છે જેની પાસે મહેનતરૂપી બ્રહ્માસ્ત્ર હોય છે. યુ પી એસ સી પરીક્ષા પાસ કરવી ઘણા લોકોનું સપનું હોય છે પરંતુ સફળતા તેને જ મળે છે જે પૂરી લગ્ન સાથે સખત મહેનત કરે છે. એવા ખૂબ જ ઓછા ધોરણ-દર હોય છે જેને પોતાના પ્રથમ (IAS Succes Story) પ્રયાસમાં યુપીએસસી પરીક્ષા પાસ કરવાની સફળતા હાથ લાગી હોય છે. આ સફળતાની મહત્વતા વધારે વધી જાય છે જ્યારે રાજસ્થાનના એક નાના એવા ગામડેથી આવતી એક છોકરી ફક્ત 22 વર્ષની ઉંમરમાં આઈએએસ અધિકારી બની જાય છે. અમે વાત કરી રહ્યા છે આઈએએસ ઓફિસર સુલોચના મીણાની.
નાનકડા ગામથી આવે છે
સુલોચના મીના, રાજસ્થાનના સવાઈ માધવપુર જિલ્લાના એક ગામ આદલવાડા ની રહેવાસી છે. તેણે બારમા ધોરણ સુધીનો અભ્યાસ રાજસ્થાનમાંથી જ કર્યો છે. ત્યારબાદ આગળની સફર માટે તે દિલ્હી આવી ગઈ. સુલોચણા મીણાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બોટની માં ગ્રેજ્યુએશન ની ડિગ્રી મેળવી છે.
દરરોજ 8-9 કલાકની યુપીએસસીની તૈયારી
સુલોચના મીણા મીણા નું બાળપણનું જ સપનું હતું કે તે એક આઈએએસ અધિકારી બને. યુ પી એસ સી ની પરીક્ષા ની તૈયારી કરવા માટે તે રોજ આઠ થી નવ કલાક વાંચતી હતી. તેણે પોતાની યુ પી એસ સી ની તૈયારી મોક ટેસ્ટ, youtube અને ટેલિગ્રામ પર ફ્રીમાં મળતા મટીરીયલ પરથી કરી અને આ ઉપરાંત તેણે પોતાનું ધ્યાન એનસીઈઆરટી ના પુસ્તકો પર આપ્યું.
22 વર્ષની ઉંમરે બની આઈએએસ
સુલોચના મીણાએ સખત મહેનત કરી અને 2021 માં પહેલી વખત upsc ની પરીક્ષા આપી. તેમની મહેનત રંગ લાવી અને સમગ્ર ભારતમાં 415 મો નંબર પ્રાપ્ત થયો. તેણે એસ.ટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 6 મળ્યો અને ફક્ત 22 વર્ષની ઉંમરે આઈએએસ ઓફિસર બની ગઈ. હાલમાં સુલોચણા મીણા ઝારખંડમાં પોતાની સેવાઓ આપી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App