દેશમાં કોરોનાને કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. આની સાથે જ સમગ્ર વિશ્વમાં કોરોનાની અસર ખુબ ઓછી થવાનું નામ લઈ રહી નથી. જો કે, અનેક રાજ્યમાં બર્ડ ફ્લૂની અસરમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં માત્ર 10 દિવસમાં કુલ 4.84,775 પક્ષીનાં મોત નિપજ્યા છે.
માત્ર 4 રાજ્યમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. એવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જે રાજ્યોની સાથે સંપર્કમાં રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ તથા કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે.
અહીં માત્ર 10 દિવસમાં કુલ 4 લાખ મરધીનાં મોત થઈ ચૂક્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 53 પક્ષીનાં મોત નીપજ્યા છે. જો કે, બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી નથી. દિલ્હી અલર્ટ પર રહેલું છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
મધ્યપ્રદેશઃ મુખ્યમંત્રીએ ઈમર્જન્સી મીટીંગ બોલાવી :
CM શિવરાજ સિંહ ચૌહાણે બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં લઈ બુધવારનાં રોજ ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. તેમણે જિલ્લાસ્તર પર નજર રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતાં તેમજ જિલ્લાના પોલ્ટ્રી ફાર્મોમાં રેન્ડમ ચેક કરવા માટે જણાવવામાં આવ્યું છે.
રાજ્યના માત્ર 10 જિલ્લામાં કુલ 400 કાગડાઓનાં મોત નિપજ્યા છે. ઈન્દોરમાં મૃત્યુ પામેલ કુલ 155 કાગડામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. 23 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે મંદસૌરમાં કુલ 100, આગર માલવામાં કુલ 112 તથા ખરગોનમાં કુલ 13 કાગડાનાં મોત થયાં છે.
રાજસ્થાનનાં 4 જિલ્લામાં બર્ડ ફ્લૂ કન્ફર્મ :
ઝાલાવાડ બાદ જયપુર, કોટા તથા બારામાં પણ મંગળવારનાં રોજ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 246 કાગડાનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ 717 કાગડાનાં મોત નિપજ્યા છે. કોટાની રામગંજમંડીમાં કુલ 212 મરધી મૃત્યુ પામેલી મળી આવી હતી.
તપાસ માટે કુલ 110 સેમ્પલ ભોપાલના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાનને મોકલી દેવામાં આવ્યાં છે. એમાંથી કુલ 40નો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી કુલ 25 પોઝિટિવ આવ્યા છે. જોધપુરના 15 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વખત 31 ડિસેમ્બરનાં રોજ બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે.
હિમાચલઃ કાગડાના 4 વિસ્તારમાં માછલી-મરધીના વેચાણ પર પ્રતિબંધ
પૌંગ બાંધ ઝીલ અભયારણ્યમાં મૃત્યુ પામેલ પક્ષીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. હિમાચલમાં પક્ષીઓના મરવાનો સૌપ્રથમ મામલો 28 ડિસેમ્બરનાં રોજ સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં અહીં કુલ 2,000 પ્રવાસી પક્ષીઓનાં મોત નિપજ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા અલર્ટ બહાર પાડવાની સાથે જ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટેની સક્રિયતા વધારવામાં આવી છે. કાગડાના ચાર ઉપમંડલોમાં માછલી, મરધીઓ તથા ઈંડાંના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle