Weather forecast in Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી રહ્યા છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.(Weather forecast in Gujarat) બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દક્ષિણ ભારત અને પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનાર 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે.
ગુજરાતમાં આજે 23 તાલુકામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આજે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્રારકા, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube