વલસાડમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ: માત્ર બે કલાકમાં સાડા આઠ ઇંચ ખાબક્યો વરસાદ, નદીમાં ઘોડાપૂર

વલસાડ(ગુજરાત): વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વલસાડમાં વરસી રહ્યાં છે. હવામાન વિભાગે વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6 થી 8 વાગ્યાના એટલે કે 2 કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દમણમાં 9.48 ઇંચ વરસાદ પડ્યો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 2 કલાકમાં 8.46 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે કપરાડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઈંચ અને વાપી 6.30 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.

વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણીનો ભરાવો થયો છે. છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉમરગામ વિસ્તારમાં 8 ઈંચ વરસાદ પડતા ઉમરગામની પરિસ્થિતિ  ખુબ ખરાબ બની રહી છે.

સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થયો છે. જેને લઈને 1 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શરુ કરી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તરત ઘટનાસ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવાનો પ્રયાસ શરુ કર્યા છે.

સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દમણમાં 9.48 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી દમણમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં દાભેલ ચેક પોસ્ટ તથા મોટી દમણ, મગરવાડા ઘડિયાળ સર્કલ પાસેના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *