Youth dies due to lightning in Mehsana: ગુજરાતમાં વરસાદે થોડાક વિરામ પછી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે.ગઈકાલથી જ રાજ્યના અમુક જિલ્લાઓમાં મેઘરાજા(Youth dies due to lightning in Mehsana) મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ આવનારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જ્યારે મહેસાણા શહેરમાં મોડી રાત્રે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા હું વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયા હતા. જ્યારે મહેસાણા જિલ્લાના ગઢ ગામમાં વીજળી(Youth dies due to lightning in Mehsana) પડતા એક 25 વર્ષના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું.
વહેલી સવારે ભેંસ દોહવા ગયો હતો યુવક
મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. મધ્ય રાત્રે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાના ગઢ ગામમાં વહેલી સવારે ભેસુનું દૂધ દોવા માટે ગયેલા કનીશ ચૌધરી નામના યુવક પર વિજય પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવારમાં એકના એક દીકરાને મોત થતા મા અને બહેનો હવે નોંધારા બની ચૂક્યા છે. કનિષ્ના પિતાનું પણ નાની ઉંમરે જ અવસાન થયું હતું. એવામાં હવે દીકરાનું પણ 25 વર્ષની ઉંમરે મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે.
અત ઉલ્ખેનીય છે કે,આવી વધુ એક ઘટના જેતપુરમાં હીટરથી પાણી ગરમ કરતી વેળા કરંટ લાગતા બાળકી મોતને ભેટી છે. આ ઘટના જેતપુરના ભદ્રેશ્વર મંદિર પાસે પાણિયારી શેરી વિસ્તાર પાસેની છે. પાણીની ડોલમાં હીટર મૂકી પાણી ગરમ કરવા મુક્યું હતું. જે બાદ પાણી ગરમ થયું છે કે કેમ, તેની તપાસ માટે પાણીની ડોલમાં હાથ નાખ્યો હતો. હીટરમાં ફોલ્ટ હોવાથી બાળકીને કરંટ લાગ્યો હતો. બાળકીને કરંટ લાગતાં તે નીચે પટકાઈ જતાં ઘરના સભ્યો દોડી આવ્યા હતા. જે બાદ બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જે બાદ કિશોરીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube