હાલમાં આળસુ લોકોને પ્રેરણા મળે એવી એક જાણકારી રાજ્યના મહેસાણા શહેરમાંથી સામે આવી રહી છે. આપને જાણીને કદાચ આશ્વર્ય પણ થશે. શહેરના સોનીવાડ વિસ્તારમાં રહેતાં ભાવનાબેન ઠાકોરની સંઘર્ષ ગાથા સાંભળીને ભલભલા લોકોના રૂંવાડાં ઊભાં થઈ જાય છે.
આ વિધવા મહિલા થોડાં વર્ષ પહેલાં માલગોડાઉન રોડ પર પતિ-પુત્ર સાથે રહેતી હતી. આ સમયે મકાનનો છતનો ભાગ મહિલા પર પડી જતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમજ શરીરમાં ઈજાઓ પહોંચતાં તેઓ કાયમ માટે અપંગ બની ગયા હતાં. છેલ્લાં 13 વર્ષથી તેઓ બાળકોને સાચવી રહ્યા છે તથા બેડ પર સૂતાં-સૂતાં ઘરનાં કામ કરી રહ્યા છે.
માલગોડાઉન વિસ્તારમાં વર્ષ 2007માં ભાવનાબેન ઠાકોર પોતાના પતિ રમણજી તથા દોઢ વર્ષનાં પુત્ર વિપુલની સાથે આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે જર્જરિત મકાનમાં ભાડેથી રહેતાં ત્યારે તેમના મકાનની ગેલેરીમાં ઊભાં હતાં. આ સમયે જર્જરિત મકાનની ગેલરી તૂટી જતાં આ મહિલા જમીન પર પટક્યાં હતાં. કમરના મણકામાં ઇજા પહોંચતાં કમરની નીચેનો ભાગ કાયમ માટે કામ કરતો બંધ થઈ ગયો હતો.
ભાવનાબેન પર છત પરથી પડયાના 6 મહિના પછી જ તેમના કેન્સરગ્રસ્ત પતિનું મોત થતાં આ મહિલા આર્થિક તથા શારીરિક એમ બન્ને રીતે યાતનાઓ વેઠીને પોતાના દોઢ વર્ષીય દીકરાને ઉછેરીને મોટો કર્યો હતો. હાલમાં પુત્ર 17 વર્ષનો થઇ ગયો છે તેમજ મહિલાનો સહારો બની ગયો છે.
મહિલાઓની યાતનાને સમજી સ્થાનિક માલગોડાઉનના વેપારીઓની મદદ કરી રહ્યા છે. જો કે, મહિલાએ કહ્યું હતું કે, અફસોસ એ વાતનો છે કે, હું જે સમાજમાંથી આવું છું એ ઠાકોર સમાજના કોઈ આગેવાને મારી ખબર સુધ્ધાં પૂછી નથી. લોકડાઉનમાં રાશન કિટનું વિતરણ કરવા નીકળેલ વિષ્ણુભાઈ બારોટ આ મહિલાના ઘરે આવ્યા ત્યારે તેમણે ભાવનાબેનને શારીરિક અને આર્થિક પીડા જોઈને પોતાની કરુણતાનો ભાવ પ્રગટાવી પાલિકાના કર્મચારીઓની મદદથી મહિલા અને પુત્રનું રહેઠાણ બદલવા માટે મદદે આવ્યા હતા.
હાલમાં વિષ્ણુભાઈ બારોટની મદદથી આ મહિલા સોનીવાડામાં આવેલ એક ખુબ સારા મકાનમાં રહી જીવન પસાર કરી રહ્યા છે. સેવાભાવી વિષ્ણુભાઈ બારોટે તમામ ખર્ચ ઉપાડ્યો હતો. માતા-પુત્રના રાશનકિટ બાપા સીતારામ ટ્રસ્ટમાંથી પૂરું પાડવામાં આવી રહી છે.
ભાવનાબેનના પતિના અવસાન પછી તેમને માનસિક વિધવા સહાયની સરકારી રકમ મળે છે પણ તેમને વિકલાંગ હોવાનું સરકારી સર્ટિફિકેટ મેળવવા મુશ્કેલી વેઠવી પડી છે. પતિ હયાત હતા ત્યારે સરકારી કચેરીમાં વિકલાંગતાનું સર્ટિફિકેટ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા હતા પણ પતિના અવસાનનાં 13 વર્ષ બાદ પણ આ મહિલાને સર્ટિફિકેટ માટે રાહ જોવી પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.