Rental Wives: મધ્યપ્રદેશ ખરેખર ગજબનું છે. પોતાના સાંસ્કૃતિક રંગો માટે પ્રખ્યાત મધ્યપ્રદેશમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં પત્નીઓ ભાડે મળે છે. સાંભળવામાં તમને થોડું વિચિત્ર (Rental Wives) લાગશે અને બની શકે છે કે તમને વિશ્વાસ પણ ન આવે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ઘડીચા નામની એક પ્રથા છે, જે અંતર્ગત આજે પણ કુવારી છોકરીઓથી લઈને પત્ની ભાડે મળે છે. તેના માટે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરવામાં આવે છે. અહીંયા આવનારા પુરુષો પોતાની મનપસંદ મહિલાને એક રકમ આપી નક્કી કરેલા સમય માટે ભાડે લઈ જાય છે.
કુવારી છોકરીઓની લાગે છે બોલી
ઘડીચા માટે દર વર્ષે એક નક્કી કરેલા સમયે આખો મેળો ભરાય છે. જેમાં ભાગ લેવા માટે દૂર દૂરથી પુરુષો આવે છે. અહીંયા કુવારી છોકરીઓ ઉપરાંત વિવાહિત મહિલાઓ પણ આવે છે. છોકરીઓના રૂપને જોઈને રકમ નક્કી કરવામાં આવે છે અને ખરીદનાર એક નિશ્ચિત સમયગાળા માટે છોકરીઓ અને મહિલાઓને પોતાની પત્ની બનાવીને લઈ જાય છે.
15,000 થી શરૂ થાય છે બોલી
મળી રહેલી જાણકારી અનુસાર આ મેળામાં પત્નીઓની કિંમત 15,000 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત અહીંયા સીમિત નથી. 15000 રૂપિયા થી શરૂ થનારી કિંમત ₹4,00,000 સુધી પહોંચે છે. પુરુષ એક વર્ષ અથવા તેના ઓછા સમય માટે રકમ ચૂકવી પત્નીને ભાડે લઈ જાય છે.
10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર થાય છે કરાર
બંને પક્ષો વચ્ચે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર થાય છે. આ સ્ટેમ્પ પેપરમાં બંને પક્ષોની શરતો લખવામાં આવે છે. ત્યારબાદ પતિ-પત્ની બંને એગ્રીમેન્ટમાં સહી કરે છે. સોદો પૂર્ણ થયા બાદ પતિ નિર્ણય લે છે કે તેને આ જ પત્ની જોઈએ છે કે બીજી કોઈ. જો તે વ્યક્તિને તે જ પત્ની પાછી જોઈએ તો મેળામાં ફરી વખત એગ્રીમેન્ટ બનાવવાનું હોય છે અને રકમ ચૂકવવાની હોય છે.
શું પત્નીઓ એગ્રીમેન્ટ તોડી શકે છે?
હવે સવાલ એ થાય છે કે શું જરૂરી છે કે પત્ની પોતાના આ એગ્રીમેન્ટ વાળા લગ્નથી ખુશ હોય? અને ખુશ ન હોય તો તેઓ શું કરે? આ મામલે પત્નીને એગ્રીમેન્ટ તોડવાનો અધિકાર મળે છે. જો તે આ લગ્નજીવનમાં ખુશ નથી તો તે પોતાના કરારને વચ્ચે જ તોડી શકે છે, પરંતુ આવું કરવા માટે તેને સ્ટેમ્પ પેપર પર શપથ પત્ર દેવાનું હોય છે. ત્યારબાદ તેને નક્કી કરેલી રાશિ જે તે વ્યક્તિને પાછી આપવાની હોય છે. ઘણી વખત મહિલાઓ બીજા પુરુષ પાસેથી વધારે રકમ મળવાને કારણે પણ આવું કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App