રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. શહેરના ભટાર ચાર રસ્તા નજીક સોમવારની રાત્રે મર્સિડીઝ કારચાલકે કુલ 5 લોકોને અડફટે લઈ લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે મોપેડ, કાર તથા રિક્ષાચાલકને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાંલઈ જવામાં આવ્યા છે.
મર્સિડીઝ મૂકીને ભાગી ગયેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા રહેલી છે. કારચાલક તેના શેઠને એરપોર્ટ લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પાંડેસરામાં રહેતો તિવારી અટક ધારી ડ્રાઇવર હોવાની વાત પોલીસ દ્વારા જણાવવામાં આવી છે તથા તેના ઘરે પણ મોડીરાત્રે પોલીસ તપાસ કરવાં માટે ગઈ હતી.
સોમવારની રાત્રે 8.30 વાગ્યાની આસપાસ મર્સિડીઝ કારચાલકે ઉધના મગદલ્લા રોડ પર દંપતીને ઉડાવ્યા હતાં. જેને લીધે લોકોના ટોળેટોળા એકત્ર થતા ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર નજીક એક કારને ટક્કર મારી હતી. જેને લીધે કારચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી થતા તેના ઉપરથી કાર ચઢાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડયો હતો.
બોનેટ લઈને મર્સિડીઝ કારચાલક બ્રેડલાઇનર સર્કલ સુધી ભાગી ગયો હતો. મોડી રાત્રે ઉઘના મગદલ્લા રોડ પર બેફામ રીતે મર્સિડીઝ ચલાવી રહેલ ડ્રાઈવરે એક સાયકલ, એક બાઈક તથા એક રીક્ષાને અડફેટે લીધા હતાં. જેમાં કારની અડફેટે આવેલ સાયકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાંની સાથે જ ખટોદરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જયાં ફરજ બજાવી રહેલ TRB જવાનો પાછળ દોડતા બોનેટ પરથી યુવક નીચે ફેકાઈ ગયો હતો. મર્સિડીઝ કારચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવા ચાલક દર્શન વટાણી તેમજ રિક્ષાચાલક અમૂલ કાન્ડેને અડફટે લીધા પછી સાયકલ સવાર નિર્મલ રામઘની યાદવને અડફટે લેતા મોત નિપજ્યું હતું.
કારચાલકે પોલ સાથે અથડાવતા મર્સિડીઝનો કચ્ચરઘાણ નીકળી જતાં કાર મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. સુરતમાં યાર્નના ધંધા સાથે સંકળાયેલ ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક નિર્મલને કુલ 3 દીકરી તેમજ એક દીકરો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle