હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ગરમીને લઈને ભવિષ્યવાણી: તારીખ સાથે કરી આગાહી

Gujarat Weather forecast: ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે ઠંડીનો માહોલ રહે છે તો વળી, બપોર બાદ ગરમીથી રેબઝેબ થઇ જવાય છે. હવે આ બધાની વચ્ચે (Gujarat Weather forecast) અબાલાલ પટેલે મોટી આગાહી કરીને બધાને ચોંકાવી દીધા છે. આગાહી પ્રમાણે, ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુજરતામાં ઠેકઠેકાણે વરસાદ ખાબકશે.

ગુજરાતમાં માવઠાની શક્યતા
ગુજરાતના જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે 24 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતના દિવસો સુધી કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા રહેશે જેના પગલે અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

7 થી 10 માર્ચ દરમિયાન ફરીવાર કમોસમી વરસાદ પડી શકે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.તેમજ ગુજરાતવાસીઓને આગામી 2 દિવસ ગરમીમાં શેકાવવાનો વારો આવી શકે છે. 24 ફેબ્રુઆરીએ વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. 24થી 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માર્ચ મહિનાની શરુઆતમાં પણ માવઠું થાય તેવી આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરીવાર કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચના ત્રીજા અઠવાડિયાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.

37થી 38°C ડિગ્રી રહેવાની સંભાવના
24થી 28 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ઉનાળામાં ગરમીનો પહેલો રાઉન્ડ આ અઠવાડિયે આવી રહ્યો છે. દક્ષિણ, મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ગરમીમાં નોંધપાત્ર વધારો થશે. સુરતની આસપાસ કેટલાક સ્થળે તો ગરમીનો પારો 42 ડિગ્રી જવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 37થી 38°C ડિગ્રી રહેવાની સંભાવના છે. જોકે, આ લાંબો સમય ટકશે નહીં કારણ કે નજીક આવી રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોલ્ડફ્રન્ટ ગુરુવાર સુધીમાં ગરમીને પૂર્વ તરફ દૂર કરશે. શુક્રવાર સુધીમાં ફ્રન્ટ સાફ થતાં, માર્ચની શરૂઆતમાં તાપમાન સામાન્ય થઈ જશે.