સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહી: ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ! જાણો ક્યાં કેટલો પડશે વરસાદ

Rain Forecast For Gujarat: આવનાર સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી સામે આવી છે. રાજ્યમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દ્રારા વ્યક્ત કરવામાં (Rain Forecast For Gujarat) આવી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે કહ્યું છે.વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે.

તારીખ 23 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ

રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ

સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ

તારીખ 24 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ

જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ

ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ

તારીખ 25 જુલાઇનાં રોજ ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ

ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ

તારીખ 26 જુલાઈનાં રોજ ક્યાં વરસાદની આગાહી
અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી

આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી કરવામાં આવી નથી