Gujarat Rain Forcast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં આજે વરસાદની આગાહી(Gujarat Rain Forcast) કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.:
સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. તેથી છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, નવસારી તથા વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી છે.
તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે બનાસકાંઠા, પાટણમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા તથા ગાંધીનગર, અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
આગામી 3 દિવસ કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઇએ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 11 જુલાઇએ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App