Rainy Weather: હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યનાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં વરસાદની આગાહી (Rainy Weather) કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મેઘ ગર્જનાંની ચેતવણી આપવામાં આવી છે.
તારીખ 18 નાં રોજ ક્યાં પડશે વરસાદ
તારીખ 18 નાં રોજ હવામાન વિભાગે રાજ્યનાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રનાં અને દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખ 19 અને 20 નાં રોજ પડશે વરસાદ
હવામાન વિભાગ અનુસાર તા. 19 અને 20 નાં રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનાં ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખ 21 નાં રોજ ક્યાં પડશે વરસાદ
તારીખ 21 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અરવલ્લી, મગીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી તેમજ ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
તારીખ 22 નાં રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
તા. 22 નાં રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.
તા. 23 નાં રોજ ક્યાં જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે
તારીખ 23 નાં રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ સહિતનાં જીલ્લાઓમાં ગાજવીજ સાથે પડશે વરસાદ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App