ભારે પવન સાથે ગુજરાતના આ 3 જિલ્લાઓમાં મેઘરાજા મચાવશે ભારે તાંડવ; હવામાન વિભાગે કરી આગાહી

Predicted Heavy Rains: ગુજરાત સહીત અનેક રાજ્યમાં મેઘમહેર થઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગે(Predicted Heavy Rains) આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યના ત્રણ જીલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા રાજયમાં ધોધારમાર વરસાદની આગાહી કરતા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં 24 જુન એટલે કે આજે ભાવનગર, ભરૂચ, વડોદરાને સાવધાન રેહવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ આ જિલ્લાઓમાં 87 કિમીની ઝડપથી પવન ફુંકાવવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આ સાથે અહીં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં અનેક જીલ્લોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે સવારે 2 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે જ બારડોલી, મહુવા, વાપી, લાઠી, કોટડા સંઘાણી, કવાંટ, જેતપુર પાવી, ચુડા, પઘારી, માણિયા હાટીના, નેત્રંગ, સુરતના માંગરોલ, બોડેલી, વાલિયા, ટંકારા, સાંવરકુંડલા, લોધિકા અને પાલિતાણામાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં અઢી ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ચોમાસું બેસતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડશે, જેથી ખેડૂતોના પાક સારા ઉતરવાની સંભાવના છે. આ સાથે જ રાજ્યમાં ચોમસું બેસતા તંત્ર પણ એલર્ટ બન્યું છે.